મકરસંક્રાંતિના પાવન પર્વે આજે માનનીય કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી Amit Shah ના શુભહસ્તે તથા માનનીય મુખ્યમંત્રી શ્રી Bhupendra Patel ની વિશેષ ઉપસ્થિતિમાં અમદાવાદ ખાતે શહેર પોલીસતંત્રની આધુનિક સુવિધાથી સજ્જ સૌથી મોટી પોલીસલાઈન તથા ઘાટલોડિયા પોલીસ સ્ટેશનનું ખાતમુહૂર્ત સંપન્ન થયું.
ગુજરાત રાજ્ય પોલીસ આવાસ નિગમ લિ. દ્વારા ઘાટલોડિયા પોલીસ સ્ટેશન બિલ્ડિંગ અને 920 પોલીસ પરિવાર માટેના 13 માળના 18 બ્લોક્સનું નિર્માણ કરવામાં આવશે તેમજ 18 બ્લોકમાંથી એક બ્લોકના 2 માળને પોલીસ સ્ટેશનમાં રૂપાંતરિત કરવામાં આવશે.