Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
अन्य

વાડોદરથી રાધેશ્યામ યુવક મંડળ પગપાળા સંઘ અંબાજી જવા માટે વહેલી સવારે પ્રસ્થાન કર્યું…

દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા તાલુકાના વાડોદર ગામે થી રાધેશ્યામ યુવક મંડળ પગપાળા સંઘ તા. 1/9/2022ના રોજ અંબાજી માં અંબે ના દર્શન માટે પ્રસ્થાન કર્યું છે. આ પગપાળા સંઘને પ્રસ્થાન કરાવવા માટે ગુજરાત સરકારના પૂર્વ મંત્રી અને દેવગઢબારિયા ના ધારાસભ્ય શ્રી બચુભાઈ ખાબડ સાહેબ હાજર રહ્યા હતાં. સૌ પ્રથમ ગામની ગામ ખેડા માતાએ જઈને સર્વે માઈ ભક્તોએ ગામ ખેડામાં ની માતાજીના રથ સાથે 5 વાર પરિક્રમા કરી દર્શન કરી, માતાજીની આરતી કરી, પ્રસાદ આરોગીને ત્યાંથી પ્રસ્થાન કર્યું હતું. આ સંઘ માં અંબાના સાંનિધ્ય માં 9 તારીખે દર્શન કરશે. 52 ગજની વિશાળ ધજા લઈને આશરે 400 જેટલા યુવાનો, લેડિશો, બાળકો, વડીલો પગપાળા સંઘ માં જોડાયાં છે. બોલ માડી અંબે જય જય અંબે ના નાદ સાથે આખું વાડોદર ગામ ગુંજી ઉઠ્યું હતું. 

 
આ પગપાળા સંઘ ને પ્રસ્થાન કરાવવા માટે ગુજરાત સરકાર ના પૂર્વ મંત્રી બચુભાઇ ખાબડ સાહેબ , આરોગ્ય સમિતિ ચેરમેન અશ્વિનભાઈ મકવાણા, પીપલોદ પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ જી. બી. પરમાર, ગામ ના પ્રથમ નાગરીક એવા યુવા સરપંચ શ્રી મહેશભાઈ પટેલ, તેમજ આર. એસ.એસ ના કાર્યકર, આજુબાજુના ગામોના અગ્રનીય વડીલો હાજર રહ્યાં હતાં.

संबंधित पोस्ट

બજેટમાં 80 લાખ કરો આપવાનો અને 60 લાખ નવી નોકરીઓ આપવાનો વાયદો

Karnavati 24 News

વડોદરા: રીઢો ઘરફોડ ચોર પાસા હેઠળ રાજકોટ જેલ ખસેડાયો છે.

मध्यप्रदेश के खंडवा में जन्मा चार पैर,चार हाथ वाला बच्चा।

Admin

પાકિસ્તાને 8 ભારતીય માછીમારોને તેમની બોટ સાથે પકડી લીધા, ગોળીબારની પણ શંકા છે

Karnavati 24 News

કોંગ્રેસ સરકારે શિક્ષણનો અધિકાર આપ્યો, ભાજપ સરકાર શિક્ષણનો અધિકાર છીનવી રહી છે.

Karnavati 24 News

SupriyaShrinate जी

Karnavati 24 News
Translate »