અખબારી યાદી
તા. ૧૩-૧-૨૦૨૫
• અમદાવાદ શહેર યુથ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ ઈમરાન શેઠજી ઉપર ખોટી રીતે પોલીસ ફરિયાદ કરવામાં આવી.
• ભાજપના કાર્યકર્તાએ રાજકીય કિન્નાખોરી રાખીને ફરિયાદ કરવામાં આવી.
• દાણીલીમડા વિસ્તારમાં હાર ભાળી ગયેલી ભાજપ રાજકીય બદલો લેવા યુવા કોંગ્રેસના હોદ્દેદાર ઉપર ફરીયાદ કરાવી.
અમદાવાદ શહેરમાં આવતા દાણીલીમડા વિસ્તારમાં રહેતા શહેર યુવા કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ ઈમરાન શેઠજી પર રાજકીય કિન્નાખોરી રાખીને ભાજપના કાર્યકર્તાઓ દ્વારા ખોટી ફરિયાદ કરવામાં આવી છે. પોલીસે ભાજપના દબાણમાં આવીને ઈમરાન શેઠજી પર ફરિયાદ નોંધી છે. જે ગંભીર અને કમનસીબ છે.
અમદાવાદ શહેર યુવા કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ ઈમરાન શેઠજી સતત લોકો વચ્ચે રહીને અને પોતાના વિસ્તાર દાણીલીમડામાં કામ કરી રહ્યાં છે. પોતાની કાર્યશેલીની આગવી ઓળખના લીધે દાણીલીમડાના તમામ વર્ગના લોકોને ઉપયોગી થતા આવ્યા છે. દાણીલીમડા વિસ્તારમાં ભાજપ મૃતપ્રાય છે. અમદાવાદ શહેર કાર્યકારી પ્રમુખ ઈમરાન શેઠજી પર રાજકીય કિન્નાખોરી દાખવીને ભાજપ દ્વારા રાખીને આ ષડયંત્ર રચવામાં આવ્યું છે.
અમદાવાદ શહેર યુવા કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ ઈમરાન શેઠજી ઉપર ખોટી ફરીયાદ છે અને તેમની રાજકીય યુવા કારકિર્દી ઉપર અસર થાય તે માટે આ રાજકીય રીતે ષડયંત્ર ભાજપના કાર્યકર્તાઓ દ્વારા કરવામાં આવ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે બે વ્યક્તિઓનો ઝઘડો થયો ત્યારે અમદાવાદ શહેર યુવા કોંગ્રેસ કાર્યકારી પ્રમુખ ઈમરાન શેઠજી ઘટના સ્થળે હાજર ન હતા અને પાછળથી બે માણસો વચ્ચે ઝઘડો થયો ત્યારે સમાધાન કરાવવા ગયા હતા એવા સમયે ઘટના સ્થળે ભાજપના કાર્યકર્તા પહોંચી જઈને ઈમરાન શેઠજી સાથે પણ અભદ્ર વર્તન કર્યું હતું અને તેઓની સામે રાજકીય કિન્નાખોરી રાખીને અને આ વિસ્તારમાં હાર ભાળી ગયેલી ભાજપ જાણે તેનો બદલો લેવાની ભાવના અર્થે સરકારના દબાણ હેઠળ પોલીસ ફરિયાદ નોંધી છે. આખી સમગ્ર ઘટના પોલીસ જાણે ભાજપની એજન્ટ બનીને કામ કરી રહી છે તેવું પણ જણાઈ આવે છે. આ સમગ્ર ઘટનાને ગુજરાત પ્રદેશ યુવા કોંગ્રેસ વખોડી રહ્યું છે.
(મુકેશ આંજણા)
મો. ૯૭૨૩૪૫૮૧૫૮