



ક્રિસમસનો તહેવાર સેન્ટા ક્લૉસની એન્ટ્રી વગર અધુરી છે. ઘર હોય કે કાર્યાલય, તમામ જગ્યાઓ પર લોકો સેન્ટાની રાહ જોઇ રહ્યા હોય છે. લાલ રંગના કપડામાં સેન્ટા એક પોટલીમાં લોકો માટે અનેક ગિફ્ટ લાવે છે. તેમ છતા મોટાભાગના લોકોને આ ખબર નથી કે સેન્ટા એક વાસ્તવિક હતા. ક્રિસમસના પ્રસંગે અમે તમને જણાવી દઇએ કે અંતે સેન્ટા કોણ હતા અને ક્રિસમસ પર ગિફ્ટ વેચવાનો તેમનું શું કનેક્શન છે.
કોણ હતા સેન્ટા?
બાળકોને ગિફ્ટ વહેચનાર સેન્ટા કોઇ કાલ્પનિક રોલ નથી. સંત નિકોલસને સેન્ટના રૂપમાં ઓળખવામાં આવે છે. સંત નિકોલસ એક ભિક્ષુક હતા જે ફરી ફરીને ગરીબ અને બીમાર લોકોની મદદ કરતા હતા. તે યુરોપના સૌથી લોકપ્રિય સંતોમાંથી એક હતા.
હંમેશા ગિફ્ટ નહતા વેચતા સેન્ટા
અમેરિકામાં ક્રિસમસને રજાની જેમ જોવામાં નહતી આવતી અને ના તો ગિફ્ટ આપવાની પરંપરા હતી. આ રીતે ઉજવણી કરવાની શરૂઆત ઇંગ્લેન્ડથી થઇ હતી. ત્યારથી તે દિવસે પરિવારના તમામ લોકો એક સાથે ભેગા થાય છે અને એક સાથે મળીને ક્રિસમસની ઉજવણી કરે છે.
કેવા દેખાતા હતા સેન્ટા
એવી કલ્પના કરવામાં આવે છે કે સેન્ટા ગોલ મટોળ દેખાતા હતા. જોકે, 1809માં વોશિંગ્ટન ઇર્વિગ લેખકે પોતાના પુસ્તકમાં સેન્ટા વિશે જણાવ્યુ છે કે સંત નિકોલસ એક સ્લિપ ફિગર ધરાવતા વ્યક્તિ હતા જે બાળકોને ગિફ્ટ આપવા આવતા હતા.