ગુજરાત ક્રિકેટ એસોસિયેશન દ્વારા આયોજિત ઇન્ટર ડિસ્ટ્રિક્ટ ટુર્નામેન્ટ અંડર 14 boys ની ફાઇનલ મેચ અમદાવાદ તથા ગાંધીનગર વચ્ચે આણંદના લાલ બહાદુર શાસ્ત્રી સ્ટેડિયમ ખાતે રમાઈ હતી તે મેચમાં અમદાવાદનો વિજય થયો હતો.
આ મેચમાં અમદાવાદના કેપ્ટન ધ્રિત પટેલ 200 રન 410 બોલમાં 23 ચોક્કા 1 છક્કા સાથે કર્યા હતા તથા વંશ શાહ 200 રન 291 બોલમાં 24 ચોક્કા સાથે અણનમ રહીને બનાવ્યા હતા.
ગુજરાત ક્રિકેટ એસોસિએશન G.C.A ના સેક્રેટરી અનીલ પટેલ તથા સિલેકશન કમીટી ના સભ્યો હાજર રહ્યાં હતાં.
Congratulations to CBCA…💐🎉💐