Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
अन्य

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાજ્યના નગરો-મહાનગરોમાં વસવાટ કરતા નાગરિકોના ઈઝ ઓફ લિવિંગ વધારવાની નેમ સાથે રાજ્યની મહાનગરપાલિકાઓ, નવરચિત મહાનગરપાલિકા અને નગરપાલિકાઓના જનસુખાકારી વિકાસ કામો માટે સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનાના વિવિધ ઘટકો હેઠળ એક જ દિવસમાં એક સાથે કુલ ₹537.21 કરોડ મંજૂર કરીને પારદર્શી અને ઝડપી નિર્ણય શક્તિનું વધુ એક દ્રષ્ટાંત પૂરું પાડ્યું છે

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાજ્યના નગરો-મહાનગરોમાં વસવાટ કરતા નાગરિકોના ઈઝ ઓફ લિવિંગ વધારવાની નેમ સાથે રાજ્યની મહાનગરપાલિકાઓ, નવરચિત મહાનગરપાલિકા અને નગરપાલિકાઓના જનસુખાકારી વિકાસ કામો માટે સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનાના વિવિધ ઘટકો હેઠળ એક જ દિવસમાં એક સાથે કુલ ₹537.21 કરોડ મંજૂર કરીને પારદર્શી અને ઝડપી નિર્ણય શક્તિનું વધુ એક દ્રષ્ટાંત પૂરું પાડ્યું છે.

આ અંતર્ગત, અમદાવાદ મહાનગરપાલિકાને મુખ્યમંત્રી શહેરી બસ પરિવહન યોજના અંતર્ગત 260 ઈલેક્ટ્રિક બસ અને 7 ઇલેક્ટ્રિક ડબલ ડેકર બસ માટે અનુદાન તરીકે ₹58.47 કરોડ, ગાંધીનગર મહાનગરપાલિકાને ખાનગી સોસાયટી જનભાગીદારીના 10 કામો માટે ₹3.98 કરોડ, રાજકોટ મહાનગરમાં રાજકોટ-જેતપુર માર્ગ ફોર લેનથી સિક્સ લેનમાં NHAI દ્વારા રૂપાંતરિત કરવાની ચાલી રહેલી કામગીરીના સંદર્ભમાં પાણી પુરવઠા આધારિત પાઇપલાઇન શિફ્ટ કરવાના કામો માટે ₹212.50 કરોડ અને ભાવનગર મહાનગરપાલિકાને ડ્રેનેજ નેટવર્ક, વોટર સપ્લાય, રોડ અને સ્ટ્રીટ લાઈટના કામો માટે આંતરમાળખાકીય સુવિધા વૃદ્ધિ અન્વયે ₹35 કરોડ ઉપરાંત, નવરચિત પોરબંદર મહાનગરપાલિકાને સિટી બ્યુટીફિકેશન તથા સફાઈ કામગીરી માટે ₹13.35 કરોડ અને વહીવટી ક્ષમતા વૃદ્ધિના કામો માટે ₹11.69 કરોડ મળીને કુલ ₹25 કરોડ ફાળવવામાં આવશે.

આ ઉપરાંત, રાજ્યની અન્ય સાત નગરપાલિકાઓમાં વિસનગરને ખાનગી સોસાયટી જનભાગીદારી અંતર્ગત સી.સી. રોડ તથા પેવર બ્લોક લગાવવાના 10 કામો માટે ₹1.52 કરોડ, પાલનપુરમાં ઘરોની ગટર લાઈનને મુખ્ય ગટર લાઈન સાથે જોડવાના 166 કામો માટે ₹11.61 લાખ તથા સ્ટ્રોર્મ વોટર ડ્રેનેજ કામ માટે ₹55.86 કરોડ, સિદ્ધપુરમાં વોટર વર્કસ અને ડ્રેનેજ હાઉસ માટે નવી પમ્પિંગ મશીનરી માટે ₹3.56 કરોડ તેમજ આઉટ ગ્રોથ એરિયા વિકાસ કામો અંતર્ગત સી.સી. રોડ બનાવવા માટે ટંકારાને ₹1.91 કરોડ તથા કેશોદને ₹5.99 કરોડ ફાળવવાની સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે. આ ઉપરાંત, મુખ્યમંત્રી શહેરી સડક યોજના અન્વયે દ્વારકા નગરપાલિકાને ₹131.76 કરોડ તથા કચ્છ જિલ્લાની માંડવી નગરપાલિકામાં ચોમાસાને કારણે નુકસાન પામેલા માર્ગોના રિસરફેસિંગ માટે વધારાની ગ્રાન્ટ તરીકે ₹1.70 કરોડ ફાળવવામાં આવશે.

संबंधित पोस्ट

Leprechaun Goes Egypt Slot Free Gamble and you android casino apps free can Review RTP 96 75percent

C’e da riportare che razza di molti produttori di software casino sono stati veramente

Подробный веб-обозрение возможностей должностного сайта Игра Аэроклуб

1xbet aviator оюндары: Интернетте ырахат алыңыз, 1xbet Aviator APK Crash оюндарын алыңыз

Availability Games & Incentives

Casino crypto un brin Les bons casinos à banderoles des français 2025

Translate »