Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુજરાતપ્રદેશસ્થાનિક સમાચાર

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્‍દ્ર પટેલે રાજ્યના અકસ્માત સંભાવનાગ્રસ્ત માર્ગો પર રોડ સેફ્ટી કામગીરી માટે રૂ।. ૧૮૮ કરોડ ફાળવ્યા



(જી.એન.એન) તા.૧૨

(જી.એન.એન) તા.૧૨

ફોર લેન – સિક્સ લેન માર્ગો પર રોડ સેફ્ટીને ધ્યાને લઈને એન્‍ટીગ્લેર સિસ્ટમના કુલ ૭૬ કામો ૭૮૬ કિલોમીટર લંબાઈના માર્ગો પર  કરવા માટે રૂ।. ૮૭.૫૨ કરોડ મંજૂર કર્યામુખ્યમંત્રી શ્રી ભૂપેન્‍દ્ર પટેલે રાજ્યમાં માર્ગ સલામતી રોડ સેફ્ટી માટે જનહિતકારી નિર્ણય કર્યો છે. તેમણે  રાજ્યના માર્ગો પર ની રોડ સેફ્ટી સંલગ્ન વિવિધ કામગીરી માટે માર્ગ મકાન વિભાગને રૂ।. ૧૮૮ કરોડના કામો હાથ ધરવા મંજુરી આપી છે.  મુખ્યમંત્રીશ્રીએ માર્ગો પર અકસ્માતોની સંખ્યા ઘટે અને વાહન ચાલકો માટે માર્ગ સલામતી વધે તેવો જનહિત અભિગમ અપનાવ્યો છે.મુખ્યમંત્રી શ્રી ભૂપેન્‍દ્ર પટેલે એવા હયાત માર્ગો જ્યાં વધુ અકસ્માત થવાની સંભાવના હોય ત્યાં જરૂરી સુધારણાની કામગીરી માટે રૂ।. ૧૦૦.૫૩ કરોડ મંજુર કર્યા છે. તદનુસાર ,વળાંક સુધારણા, ક્રેશ બેરિયર, સ્પોટ  વાઇડનિંગ , તથા રોડ ફર્નિચર વગેરે કામગીરી ના કુલ ૮૦ કામો ૩૨૮.૭૩ કિલોમીટર લંબાઇના માર્ગો પર હાથ ધરવા માટે આ રકમ ફાળવવામાં આવી છે. મુખ્યમંત્રીશ્રીએ  આ ઉપરાંત રાજ્યના માર્ગ મકાન વિભાગ હસ્તકના ફોર લેન અને સિક્સ લેન રોડ પર એન્‍ટીગ્લેર સિસ્ટમ લગાવવા કુલ ૭૮૬.૪૧ કિલોમીટરની લંબાઈના માર્ગો પર ૭૬ કામો માટે ૮૭.૫૨ કરોડ રૂપિયા ફાળવ્યા છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્‍દ્રભાઇ પટેલના આ નિર્ણયને પરિણામે રાજ્યમાં માર્ગ અકસ્માતોની સંખ્યા નોંધપાત્ર રીતે ઘટશે તેમજ યાતાયાત વધુ સુરક્ષિત બનશે.

संबंधित पोस्ट

ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે 23મી ગ્લોબલ કેસ્ટર કોન્ફરન્સ-2025નો શુભારંભ કરાવ્યો

Gujarat Desk

જુનાગઢ જિલ્લામાં 4175 પોલિંગ કર્મીઓ દ્વારા કરવામાં આવ્યું હતું મતદાન

Admin

પેલેડીયમ મોલ પાસે ફિલ્મી ઢબે હુમલો કરનાર 8 આરોપીઓની ધરપકડ કરાઈ

Gujarat Desk

ચૈતન્ય સ્કૂલ લેકાવાડા ગાંધીનગર મુકામે સ્વામી વિવેકાનંદની 162 મી જન્મ જયંતી નિમિત્તે મેરેથોન (મીની) વોક – દોડ યોજાઈ

Gujarat Desk

આઝાદી કા અમૃત મહોત્સવ નિમિતે અમદાવાદ થી નીકળેલઈ ભાજપ બાઈક રેલી નું સુરત ખાતે સમાપન

Karnavati 24 News

સુરત: માંગરોળમાં મોતી જેવા કરા સાથે કમોસમી વરસાદ, ઊભા પાકને નુકસાન થવાની ભીતિ

Karnavati 24 News
Translate »