(જી.એન.એસ) તા.૯
અમરેલી,
અમરેલી લેટરકાંડમાં પાયલ ગોટીના વકીલ આનંદ યાજ્ઞિકે SP પર મોટો આરોપ લગાવ્યો છે. અમરેલી લેટરકાંડની ઘટના રાજ્યભરમાં ચર્ચામાં છે. જેમાં હાઈકોર્ટના વકીલ આનંદ યાજ્ઞિકે પોલીસ અધિક્ષક સંજય ખરાટ પર ગંભીર આરોપ લગાવ્યા છે. યાજ્ઞિકે જણાવ્યું કે, પાયલ ગોટી અને અન્ય આરોપીઓને SPની હાજરીમાં માર મારવામાં આવ્યો હતો અને આ ઘટના દરમિયાન એસપી ઘટના સમયે હાજર હતા. યાજ્ઞિકે કહ્યું કે પાયલ અને અન્ય આરોપીઓની મરજી વિરુદ્ધ તેમના ફોટા ખીંચવામાં આવ્યા હતા. આ કેસમાં SIT પર પણ ચિંતાઓ વ્યક્ત કરવામાં આવી છે, અને વકીલએ સ્પષ્ટ જણાવ્યું કે તેઓ SITનો સ્વીકાર કરતાં નથી. તેમણે કહ્યું કે, “અમને પોલીસ રક્ષણની જરૂર નથી, પરંતુ અમારે આ કેસની તપાસ IG કક્ષાના અધિકારીઓના માધ્યમથી કરાવવી જોઈએ.” પાયલ ગોટી પર આરોપ છે કે તેણી અને અન્ય આરોપીઓએ ધારાસભ્ય કૌશિક વેકરિયાને બદનામ કરવા માટે ખોટા લેટર બનાવ્યો હતો. આ લેટરનો કુરિયર પાયલ ગોટીએ મોકલ્યો હતો, અને CCTV ફૂટેજ સામે આવ્યા છે, જેમાં પાયલ કુરિયર મોકલતી જોઈ શકાય છે. આ કેસમાં પાયલ ગોટીની ધરપકડ કરવામાં આવી હતી, પરંતુ કોર્ટમાં જામીન મળી ગયા હતા. હાઈકોર્ટના વકીલ દ્વારા પોલીસના વર્તન અને તપાસની પ્રક્રિયા પર સવાલ ઉઠાવવામાં આવ્યા છે. આ સમગ્ર મામલામાં પાયલ ગોટીના સમર્થકો દ્વારા આ કેસની વિગતવાર તપાસની માંગ કરવામાં આવી રહી છે.