Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
अन्य

વલસાડ અભયમે વ્યસની પતિ પાસેથી 4 વર્ષના બાળકનો કબજો લઈ માતા સાથે મિલન કરાવ્યું

જેથી વલસાડ 181 ટીમ ઘટના સ્થળે પહોંચી પરિણીતા સાથે વાતચીત કરતા જાણવા મળ્યું કે, પરિણીતાએ આશરે પાંચ વર્ષ પહેલા પ્રેમ લગ્ન કર્યા હતા. લગ્નના થોડા સમય પછી પતિ વ્યસન કરીને ખૂબ જ મારઝુડ કરતો અને ખોટી શંકા કરી શારીરિક અને માનસિક ત્રાસ આપતો હતો. ઘરમાં જરૂરિયાતની ચીજવસ્તુઓ પણ લાવી આપતો ન હોવાથી ઝઘડા થતા હતા. પરિણીતાના માતા-પિતા હયાત ન હોવાથી મોટી બહેનના ઘરે રહે છે અને ત્યાંથી કંપનીમાં નોકરી કરવા જાય છે. પતિ બાળકને થોડા સમય પછી પરત મૂકી જઈશ એમ કહી લઈ ગયો હતો પરંતુ રાત્રિનો સમય થઈ જવા છતાં પરત ન મૂકી જતા પરિણીતાએ પતિને બાળક મૂકી જવા કહ્યું હતુ પરંતુ પતિએ અપશબ્દ બોલી બાળકને કોઈ પણ હાલતમાં પરત ન મૂકી જવા જણાવી ધમકી આપી હતી. જેથી બાળકનો કબજો મેળવવા ૧૮૧ પર ફોન કરી અભયમ ટીમની મદદ માંગી હતી. અભયમ ટીમે પતિને કાયદાકીય સલાહ સૂચન આપી અને સમજાવવાની કોશિશ  કરી જણાવ્યું કે, બાળક માત્ર ૪ વર્ષનું છે અને તમે વ્યસન કરેલી હાલતમાં હોવાથી બાળકની સાર સંભાળ રાખી ન શકો જેથી બાળકને માતાને સોંપી દેવા જણાવ્યું હતું. ઘણી સમજાવટ બાદ પતિ બાળકને પરત આપવા રાજી થતા પરિણીતાને બાળકનો કબજો મળ્યો હતો. જેથી પરિણીતા અને તેમના સગા સંબંધીઓએ 181 ટીમનો આભાર માન્યો હતો.

संबंधित पोस्ट

પારુલ યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ દેવાંશુ પટેલને હેમાંગ રાવલનો ખુલ્લો પત્ર*

Karnavati 24 News

નવ વર્ષ પછી પણ ન્યાય ન મળ્યો તો ભાજપ નેતાની 91 વર્ષીય માતા પહોંચી હાઈકોર્ટ, જજે આપ્યો આ આદેશ

Admin

ગુજરાત નું વિકાસ મોડેલ સમગ્ર દેશ માટે ઉદાહરણ : યોગી

Admin

पूरे होंगे फाइनेंशियल गोल:बच्चे की पढ़ाई से लेकर शादी के लिए तैयार होगा फंड; जानें PPF, NSC, सुकन्या में कौन सी स्कीम बेहतर

Karnavati 24 News

5 કિલો મફત રાશન પર નભતાં 80 કરોડને 12 લાખ સુધી ઈન્કમટેક્સમાંથી મુક્તિ

Karnavati 24 News

ચાઇનીઝ દોરીની હેરાફેરી શરૂ, 96 રીલ, 44 હજારના મુદ્દામાલ સાથે બે શખ્સોની અટકાયત

Karnavati 24 News
Translate »