(જી.એન.એસ) તા.૪
સુરત,
અનુસંધાને જમીન માફિયા સામે કાર્યવાહીનો સંતોષ ન જણાતાં સીઆઈડી ક્રાઈમમાં ફરિયાદ નોંધાવી હતી સુરત શહેરમાં બિલ્ડરોએ ખેડૂતોના નકલી પ્રોપર્ટી કાર્ડ બનાવી પ્લોટ વેચી 2000 કરોડથી વધુનું કૌભાંડ આચર્યુ હોવાની CID ક્રાઈમબ્રાંચમાં ફરિયાદ કરાતા ખળભળાટ મચી ગયો છે. બિલ્ડરોએ સમૃદ્ધિ કોર્પોરેશનના નામે ભાગીદારી પેઢી સકારી અધિકારીઓ સાથે મીલિભગત કરી સુરતના ડુમસ અને વાટા ગામની આશરે 5 લાખ વારની જમીનને પ્લોટિંગની સ્કીમ મૂકી વેચાણ કરી ખેડૂતોને કરોડોનું નુકસાન પહોંચાડ્યું છે. CID ક્રાઈમે સિટી સર્વે સુપ્રિટેન્ડન્ટ કચેરીના વર્ગ 1ના અધિકારી કાનાલાલ પી. ગામીત, અનંત પટેલ, ડેટા એન્ટ્રી કર્મચારી અને સમૃદ્ધિ કોર્પોરેશનના કર્મચારીઓ સામે ફરિયાદ નોંધી હોવાનું જાણવા મળ્યું છે. વર્ષ 2022માં જીગ્નેશભાઈ નામક બ્રોકર ખેડૂત આઝાદ ચતુરભાઈ રામોલિયા પાસે બ્લોક નંબર 803નું પ્રોપટી કાર્ડ લઈ જમીનના વેચાણ અંગે વાત કરી હતી. ખેડૂત રામોલિયાએ ડુમસ વિસ્તારમાં બ્લોક નંબર 815, 801-4, 83, 787-2વાળી જમીન ખરીદી હતી. રામોલિયાએ વેબસાઈટ પર ચેક કરતા જમીનના સર્વે નંબરો અલગ અલગ દેખાતા હતા. જુદી જુદી વ્યક્તિઓના નામે બોગસ પ્રોપર્ટી કાર્ડ બની ગયા હતા. સમૃદ્ધિ કોર્પોરેશનના ભાગીદારોએ જમીનના નકલી પ્રોપર્ટી કાર્ડ બનાવી 2500 કરોડનું મસમોટું કૌભાંડ આચર્યુ હતું. તપાસ કરતા માલૂમ પડ્યું કે, આ ષડયંત્રમાં તતકાલિન નાયબ નિયામક કે.પી.ગામીત, ભાગીદારો મનહર કાકડિયા, પ્રકાશ આસવાની, લોકનાથ ગંભીર,નરેશ શાહ વિરૂદ્ધ CID ક્રાઈમ બ્રાન્ચે સઘન તપાસ શરૂ કરી છે. ઉલ્લેખનીય છે કે જમીન કૌભાંડ બાબતે ખેડૂત આઝાદ રામોલીયાએ ઓગસ્ટ 2023માં સુરત પોલીસમાં ફરિયાદ કરી હતી, અનુસંધાને જમીન માફિયા સામે કાર્યવાહીનો સંતોષ ન જણાતાં સીઆઈડી ક્રાઈમમાં ફરિયાદ નોંધાવી હતી. ખેડૂતે પોતાની જમીન બિનખેતીની છે કે નહીં તે જાણવા 19 ફેબ્રુઆરી, 2018માં કલેક્ટરને પત્ર લખ્યો હતો. ત્યારે જવાબ મળ્યો હતો કે કોઈ જમીન બિનખેતીની ન થઈ શકે. ત્યારપછી પ્રોપર્ટી કાર્ડ રદ કરવા અરજી કરાઈ હતી પરંતુ કાર્ડ રદ કરાયું નહોતું.