Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
સ્થાનિક સમાચાર

કેવડિયામાં રાજ્ય અને કેન્દ્રીય શાસિત પ્રદેશના આરોગ્ય મંત્રીઓની ચિંતન શિબિર યોજાઈ

કેવડિયામાં રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશના આરોગ્ય મંત્રીઓની શિબિર

આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય, નવી દિલ્હીના ઉપક્રમે આગામી 5,6,7 મેં 2022 દરમિયાન સ્ટેચ્યુ ઓફ યુનિટી એક્તાનગર (કેવડિયા) ટેન્ટસીટી-2 ખાતે 14 મી સેન્ટ્રલ કાઉન્સિલ ઓફ હેલ્થ એન્ડ ફેમીલી વેલફેર અંતર્ગત સ્વાસ્થ્ય ચિંતન શિબિર-2022 નું આયોજન કરવામાં આવેલ છે.
કેન્દ્રિય સ્વાસ્થ્ય મંત્રી ડૉ. મનસુખ માંડવિયાના માર્ગદર્શન હેઠળ યોજાનાર આ ચિંતન શિબિરમાં દેશના વિભિન્ન રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના આરોગ્ય મંત્રીઓ, કેન્દ્રિય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના સચિવો, અધિક આરોગ્ય સચિવો, વિવિધ રાજ્યોના આરોગ્ય સચિવો અને આરોગ્ય કમિશનરો તેમજ નેશનલ હેલ્થ મિશનના મિશન ડાયરેક્ટરો ભાગ લેનાર છે.
કેન્દ્રિય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય – નવી દિલ્હીની ટીમ દ્વારા ચિંતન શિબિરના સુચારૂ આયોજન અને તેની પૂર્વ તૈયારીઓની સમીક્ષા અર્થે એક્તાનગર (કેવડિયા) ટેન્ટસિટી-2 ખાતે બેઠક યોજવામાં આવી હતી. આ ચિંતન શિબિરમાં ભાગ લેનાર મંત્રીઓ તથા ઉચ્ચ અધિકારીઓ માટેના ચિંતન સત્રો, સાંસ્કૃતિક કાર્યક્રમો, નિવાસ, ભોજન, સ્ટેચ્યુ ઓફ યુનિટી અને અન્ય પર્યટન સ્થળોની મુલાકાત વગેરે બાબતોની તૈયારીની આ બેઠકમાં મુદ્દાવાર સમીક્ષા કરવામાં આવી હતી.
આ બેઠકમાં કેન્દ્રિય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના ડાયરેક્ટર ડૉ. નેહા ગર્ગ, ગુજરાત નેશનલ હેલ્થ મિશનના મિશન ડાયરેકટર રેમ્યા મોહન, SMVSM ના મેજર જનરલ પ્રા.અતુલ કોટવાલ, અને સીનિ. કન્સલ્ટન્ટ પદમ ખન્ના, ડૉ. આદિલ સફી, દિક્ષા રાઠી વગેરેએ ચિંતન શિબિરની સફળતા માટે જરૂરી માર્ગદર્શન પુરું પાડ્યું હતું.

संबंधित पोस्ट

અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટી પાસે આવેલી એસ્પાયર-2 બિલ્ડિંગમાં 7મા માળેથી લિફ્ટ તૂટી પડતાં 7 કામદારોનાં મોત

Karnavati 24 News

દિલીપ સંઘાણીએ મુખ્યમંત્રીને પત્ર લખી અમરેલી લેટરકાંડના ફરિયાદીનો નાર્કોટેસ્ટ કરાવવાની માગ કરી

Gujarat Desk

અંજારમાં બનેલી 7 લાખ રૂપિયાની લૂંટની ઘટનામાં પોલીસ તપાસ દરમિયાન ફરિયાદી આરોપી નીકળ્યો

Gujarat Desk

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલનો રાજ્યની નવી રચાયેલી મહાનગરપાલિકાઓને વહીવટી ક્ષમતાવર્ધન માટે રૂ.૨૦૮ કરોડ સહિત અન્ય પાંચ મહાનગરપાલિકાઓ અને ચાર નગરપાલિકાઓને શહેરી જનસુખાકારીના કામો માટે એક જ દિવસમાં કુલ ૭૧૦ કરોડ રૂપિયા ફાળવવાનો નિર્ણય

Gujarat Desk

8 વર્ષ અગાઉ સુરતમાં યુવતી પર દુષ્કર્મના કેસમાં જૈન મુનિ શાંતિસાગરને 10 વર્ષની સજા

Gujarat Desk

અંદાજપત્રની અંતિમ દિવસની સામાન્ય ચર્ચામાં નાણા મંત્રી શ્રી કનુભાઈ દેસાઈએ પોતાના વિચારો રજૂ કર્યા

Gujarat Desk
Translate »