(જી.એન.એસ) તા.૪
આણંદ,
આણંદ કૃષિ વિશ્વવિદ્યાલયના ૨૧મા વાર્ષિક પદવીદાન સમારોહમાં પધારેલા રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ કાર્યક્રમ બાદ આણંદ કૃષિ વિશ્વવિદ્યાલયના ફાર્મની મુલાકાત લીધી હતી. રાજ્યપાલશ્રીએ પ્રાકૃતિક ખેતી અને રાસાયણિક ખેતી બન્ને પદ્ધતિઓથી ઉગાવવામાં આવેલા ઘઉં અને ચણાના પાકનું નિરીક્ષણ કર્યું હતું. પ્રાકૃતિક ખેતી પદ્ધતિથી ઉગાવવામાં આવેલો પાક વધુ સારો હોવાથી રાજયપાલશ્રીએ આનંદની લાગણી વ્યક્ત કરી હતી.આ મુલાકાત વેળાએ આણંદ કૃષિ વિશ્વવિદ્યાલયના કુલપતિ શ્રી ડૉ. કે. બી. કથીરિયા, ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિજ્ઞાન વિશ્વવિદ્યાલયના કુલપતિ શ્રી ડૉ. સી. કે. ટીંબડીયા તેમજ વિશ્વવિદ્યાલયના સંશોધકો ઉપસ્થિત રહ્યા હતા.