અદાણીએ CNGના ભાવમાં 2 રૂપિયાનો વધારો કર્યો છે. CNGનો ભાવ પ્રતિ કિલો રૂપિયા 67.59 રૂપિયા થઇ ગયો છે. પેટ્રોલ-ડીઝલના ભાવમાં સ્થિરતા વચ્ચે CNGના ભાવમાં વધારો ઝીંકાયો છે.
CNGના ભાવમાં પાછળા બારણેથી ધીમે ધીમે ભાવ વધારો કરવામાં આવી રહ્યો છે. સાબરમતી ગેસ દ્વારા એક સાથે 5 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો. 1 ઓક્ટોબરે રાજ્યમાં CNGની કિંમત 56.30 રૂપિયા પ્રતિ કિલો હતી. 2 ઓક્ટોબરે તેમાં રૂ. 2.56નો વધારો થયો હતો. ભાવ વધીને 58.86 થયો હતો. 6 ઓક્ટોબરે ફરી એક રૂપિયો વધારવામાં આવ્યો હતો. જેની કિંમત 59.86 રૂપિયા થઈ ગઈ છે. 11 ઑક્ટોબરે 1.63 રૂપિયાનો વધારો થયો હતો, જેની કિંમત 61.49 રૂપિયા થઈ ગઈ હતી. 18 ઓક્ટોબરે, તે રૂ.1.50 વધીને રૂ. 62.99 પર પહોંચી ગયો હતો.
વધતી જતી મોંઘવારીને અંકુશમાં લેવા માટે નાણા મંત્રાલયે તાત્કાલિક અસરથી સાત કોમોડિટીના ફ્યુચર ટ્રેડિંગ પર પ્રતિબંધ મૂકવાનો નિર્દેશ આપ્યો છે. સેબીએ તમામ ઓર્ડર પર 1 વર્ષ માટે પ્રતિબંધ મૂક્યો છે. સરકારને આશા છે કે તેનાથી મોંઘવારી નિયંત્રણમાં આવશે. આ સાત કોમોડિટીમાં ચોખા, ઘઉં, સરસવ, ચણા, મગ, કાચું પામ, સોયાબીન તેલ જેવી કોમોડિટીઝનો સમાવેશ થાય છે. આ પ્રતિબંધ 1 વર્ષ માટે લગાવવામાં આવ્યો છે.