જિલ્લામાં દારૂની હેરાફેરી વધી રહી છે. ગઈકાલે જામકંડોરણાના પીએસઆઈ જે.યુ. ગોહિલ અને તેમની ટીમે તળાવ પ્લોટમાં રહેતા બિમલસિંહ દિલીપસિંહ ઝાલા અને વિશાલસિંહ કિરીટસિંહ વાળાની દારૂની 90 બોટલ સાથે ધરપકડ કરી હતી. આરોપી બિમલસિંહ પોતાના ઘરે દારૂ ઉતારતો હોવાની બાતમી કોન્સ્ટેબલ ગિરિરાજભાઈ વાઘેલાને મળી હતી, જે બાદ પીએઆઈ સહિતની ટીમે દરોડો પાડ્યો હતો અને 8 પેટી દારૂ ઘર, કાર અને એક્ટિવામાંથી તપાસ દરમિયાન મળી આવ્યો હતો. આરોપીઓમાં બિમલસિંહને વેપારી તેમજ વિશાલસિંહ ડ્રાઇવિંગનો ધંધો કરતા હોવાનું દર્શાવાયું છે. પીએસઆઈ ગોહિલે આ અંગે જણાવ્યા મુજબ રાત્રે 11.30 વાગ્યા સુધી દરોડાની કાર્યવાહી કરાઈ હતી. મુદ્દામાલ કબ્જે લઈ ગુનો દાખલ કરાયો છે. વધુ તપાસ માટે આરોપીઓના રિમાન્ડ મંગાશે. ઉપરાંત આગળ પૂછપરછ કરીશું કે આરોપીઓ ક્યાંથી દારૂ લાવ્યા હતા. આ દારૂના જથ્થાનો સપ્લાયર કોણ છે? તે અંગે તપાસ થશે. દરોડામાં દારૂની સાત પેટીમાં 90 બોટલ મળી, પરંતુ કાર રૂ.2.50 લાખ, એક્ટિવા રૂ.25000, બે મોબાઈલ રૂ.7000 અને 27 હજારની કિંમતનો દારૂ મળી રૂ.3,09,000નો કુલ મુદ્દામાલ કબ્જે કરાયો છે. મકાનના બાથરૂમ, એક્ટિવાની ડીકી અને કારમાંથી બોટલો મળી બિમલસિંહના ઘરે બાથરૂમમાંથી દારૂની એક પેટી મળી, ઉપરાંત ઘર બહાર એક્ટિવા પાર્ક હોય જે વિશાલસિંહ ચલાવીને લાવ્યો હતો તેમાંથી 3 બોટલ મળી, બાકીની બોટલો કારમાંથી મળી હતી. આ રીતે પોલીસે ઘરનો ખૂણે ખૂણો અને વાહનો ચેક કર્યા હતા. કાર મારફત લવાયેલો દારૂ આરોપીના ઘરે ઉતારતા’તા હાલ પોલીસે પ્રાથમિક તપાસ કરી છે જેમાં જીજે 01 આરસી 9476 નંબરની કારમાં દારૂ જામકંડોરણા લવાયો, જ્યાં બિમલસિંહના ઘરે ઉતારવામાં આવતો હતો. બન્ને આરોપીઓ જામકંડોરણામાં છૂટક દારૂની બોટલો વેંચતા હોવાની બાતમી હતી. દારૂ ક્યાંથી આવ્યો? તે અંગે પીએસઆઈ ગોહિલે જણાવ્યું કે, અમે તપાસ કરી રહ્યા છીએ, આરોપીઓના રિમાન્ડ મંગાશે.
