(જી.એન.એસ) તા.૪
ગાંધીનગર,
તા.૦૩/૧/૨૦૨૫ના રોજ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી ગાંધીનગરમાં ચાલતી દીનદયાળ અંત્યોદય યોજના-નેશનલ રૂરલ લાઈવલીહુડ મિશન અને રીઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના સંયુક્ત ઉપક્રમે નાંદોલ સેવા સહકારી મંડળી હોલ દેહગામ તાલુકા ખાતે DEAF(ડીપોઝીટર એજ્યુકેશન અવેરનેસ ફંડ) અંતર્ગત સ્વસહાય જૂથોને નાણાકીય સાક્ષરતાની તાલીમ આપવામાં આવી.જેમાં ગાંધીનગર જિલ્લાના લીડબેંક મેનેજરશ્રી SBI, FLC કાઉન્સેલરશ્રી SBI લીડ બેંક,આરસેટી ડીરેક્ટરશ્રી BOB,બ્રાંચ મેનેજરશ્રી BGGB દેહગામ,એપીએમશ્રી-ડી(એમ એફ NRLM) તેમજ TLMશ્રી દેહગામ આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. કાર્યક્રમ માં સ્વસહાય જૂથોના ૫૦ બહેનો ને RBI ના નિયત કરેલ તમામ મોડયુલની તાલીમ આપવામાં આવી હતી.