(જી.એન.એસ) તા.૬
સુરેન્દ્રનગર,
દસાડા તાલુકાના વણોદ ગામે એક શખ્સને નજીવી બાબતે ચાર શખ્સોએ લાકડીઓ વડે મારમારી ગાળો આપી જાનથી મારી નાંખવાની ધમકી અંગે ભોગ બનનાર શખ્સે દસાડા પોલીસ મથકે ફરીયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. દસાડાના વણોદ ગામે રહેતા સોહિલભાઈ સીકંદરભાઈ સીપાઈ અને તેમનો મિત્ર મુબારક બંને બેચરાજી હાઈવે પર આવેલી એક હોટલમાં જમીને રાત્રીના સમયે બહાર ઉભા હતા. તે દરમિયાન ચાર શખ્સોએ લાકડી લઈ એકસંપ થઈ સોહિલભાઈ પાસે આવ્યા હતા અને સોહિલભાઈના કૌટુંમ્બીક દાદીનો દિકરો અબ્બાસભાઈ અબ્દુલભાઈ વાઘેલા ને વણોદ કેમ બોલાવે છે અને સાથે કેમ ફરે છે તેમ જણાવી સોહિલભાઈને અપશબ્દો બોલી એકસંપ થઈ લાકડીઓ વડે મારમારી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. જે અંગે સોહિલભાઈએ દસાડા પોલીસ મથકે રીઝવાનભાઈ મલેકભાઈ સીપાઈ, આબીદભાઈ મલેકભાઈ સીપાઈ, ઈકબાલભાઈ ફકીરભાઈ સીપાઈ અને ફારૂકભાઈ મલેકભાઈ સીપાઈ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથધરી છે.