Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુજરાતપ્રદેશસ્થાનિક સમાચાર

ઘોઘા તાલુકાના હાથબ નજીક એસટી બસ અને બાઈક અથડાતા યુવાનનું મોત નીપજ્યું



(જી.એન.એસ) તા.૨

ભાવનગર,

ઘોઘા તાલુકાના હાથબ ગામ પાસે એસ.ટી. બસ અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાતા બાઈક ચાલકને ગંભીર ઇજા થતાં ગંભીર હાલતે હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો જ્યાં તેમનું મોત નીપજ્યું હતું  પ્રાપ્ત વિગત અનુસાર ભાવનગરના લાખણકા ગામના વતની અને હાલ ભાવનગરના તરસમિયા રોડ, ખારસી પાસે આવેલ આવાસ યોજનામાં રહેતા રાજેશભાઈ નારણભાઈ બારૈયા ગઈકાલે સાંજે તેમનું મોટરસાઇકલ નં. જીજે.૦૪ – એક્યુ. ૪૭૪૬ લઈને લાખણકાથી ભાવનગર તરફ આવી રહ્યા હતા ત્યારે હાથબ ગામ પાસે ભાવનગર તરફથી આવી રહેલી એસ.ટી. બસ નં. જી.જે. ૧૮ ઝેડ ૬૪૬૩ સાથે અકસ્માત થતા રાજેશભાઇને માથાના ભાગે ગંભીર ઈજા થતાં ૧૦૮ એમબ્યુલન્સ મારફતે સારવાર માટે કોળીયાક હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા.જ્યાં ફરજ પરના તબીબે યુવાનને મૃત જાહેર કર્યો હતો..આ બનાવ અંગે મૃતકના ભાઈ નિતેશભાઇ નારણભાઈ બારૈયાએ એસ.ટી. બસના ચાલક વિરુદ્ધ ઘોઘા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

संबंधित पोस्ट

છાયા – નવાપરામાં બાલવીનગરમાં રહેતા સેજલબેન મેઘનાથીએ આપઘાત નો પ્રયાસ

Admin

1 એપ્રિલ 2025થી નેશનલ અને સ્ટેટ હાઇવે ટોલ ટેક્સમાં થશે વધારો

Gujarat Desk

જામનગર પોલીસ દ્વારા શહેર, જિલ્લાના અસામાજિક તત્ત્વોની ઓળખ કરી તમામ શખ્સોના ગુનાહિત ઈતિહાસની માહિતી એકત્ર કરવામાં આવી

Gujarat Desk

૧૮મી ઓલ ઈન્ડિયા પોલીસ શૂટિંગ સ્પોર્ટ્સ ચેમ્પિયનશિપમાં ગુજરાત પોલીસની શૂટિંગ ટીમે ત્રણ બ્રોન્ઝ મેડલ જીત્યા

Gujarat Desk

ગુજરાત ઈલેક્શન 2022 : મહીસાગર કોંગ્રેસમાં ઉમેદવારોને લઈને ભારે રોષ

Admin

વાદળછાયા વાતાવરણ વચ્ચે ડાંગ સહિત દક્ષિણ ગુજરાતના અનેક સ્થળે વરસ્યો કમોસમી વરસાદ

Gujarat Desk
Translate »