ઘણા આનંદ અને ગૌરવની વાત છે કે આજે વીર બાળ દિવસના અવસરે, આપણા અમદાવાદના દીકરા ઓમ વ્યાસને આદરણીય રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુજીના વરદ્હસ્તે ‘પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર’ એનાયત થયો છે.
થોડા સમય પહેલા જ મને ઓમને મળવાનો અવસર મળ્યો હતો. દિવ્યાંગતાને મ્હાત આપીને ઓમ એ સંસ્કૃતના હજારો શ્લોક કંઠસ્થ કર્યા છે. ઓમનું જીવન અનેક દિવ્યાંગ બાળકો અને તેમના પરિવારજનોને આશા અને હિંમતનો સ્રોત છે. ઓમ ની સિદ્ધિ આપણને સૌને સંસ્કૃતિની રક્ષા માટે તેમજ રાષ્ટ્રહિત માટે યોગદાન આપવા પણ પ્રેરિત કરે છે.
ઓમ અને તેના પરિવારને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. આજે સન્માનિત થયેલ અન્ય દરેક બાળકોને પણ હૃદયથી અભિનંદન અને ઉજ્જ્વળ ભવિષ્યની શુભકામના.