Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
अन्य

વડાપ્રધાનના સ્વચ્છતા અભિયાનની આ કેવી મશ્કરી?

વડાપ્રધાનના સ્વચ્છતા અભિયાનની આ કેવી મશ્કરી?વડાપ્રધાને 2 ઓક્ટોબર 2014ના રોજ સ્વચ્છ ભારત મિશનની શરૂઆત કરી હતી. વડાપ્રધાને જાતે દિલ્હીમાં સાવરણો લઈ સફાઈ કરી હતી. વડાપ્રધાને મંત્ર આપેલ કે ‘ન ગંદકી કરીશું ન કરવા દઈશું !’ મીડિયાએ કહ્યું કે ‘વડાપ્રધાને ઝાડું પકડ્યું તેથી સ્વચ્છ ભારત અભિયાન દેશભરમાં એક જન આંદોલન બની ગયું ! સફાઈના આ જન આંદોલનમાં સરકારી અધિકારીઓથી લઈને જવાનો સુધી, બોલિવુડ અભિનેતાઓથી લઈને ખેલાડીઓ સુધી, ઉદ્યોગપતિઓથી લઈને આધ્યાત્મિક ગુરૂઓ સુધી બધા જોડાઈ ગયાં. સતત સફાઈ અભિયાન આયોજિત થવાથી લોકોમાં સફાઈને લઈને જાગૃતતા આવી. દેશભરમાં નાટકો અને સંગીતના માધ્યમથી સ્વચ્છ ભારતનો સંદેશ ફેલાવવામાં આવ્યો. સ્વચ્છતા ઈશ્વરભક્તિની સૌથી નજીક છે.’1 જાન્યુઆરી 2025ના રોજ, હું સુરત શહેરના અડાજણ વિસ્તારમાં ભૂલકા ભવન સ્કૂલ પાસે આવેલ ‘કસ્તુરબા ગાંધી શાક માર્કેટ’માં શાક ખરીદવા ગયો. મારું ધ્યાન જાહેર ‘શૌચાલયનો ઉપયોગ કરો, સ્વચ્છતા જાળવો’ પર ગયું. સુરત મહાનગરપાલિકા સ્વચ્છતા અભિયાન પ્રત્યે કેટલી ગંભીર છે તેની ચકાસણી કરવાની મને ઈચ્છા થઈ. શૌચાલયની આગળ જ કેળાની રેંકડી ઊભી હતી. મેં તેને પૂછ્યું કે આ વોશરૂમ ચાલુ છે કે બંધ?’ તે કહે : ‘ચાલુ છે, અમે ઉપયોગ કરીએ છીએ.’ મેં શૌચાલયની મુલાકાત લીધી. લગભગ છેલ્લા ઘણા વર્ષોથી અહીં સફાઈ થઈ નહીં હોય. યુરિનલ/ ટોયલેટની એવી સ્થિતિ હતી કે તમે ત્યાં ઊભા રહી શકો નહીં. સ્વચ્છતા અભિયાનને 10 વર્ષ થઈ ગયાં છતાં મહાનગરપાલિકા પોતાના શૌચાલય સાફ રખાવી શકતી નથી !સૌથી આશ્ચર્યની બાબત એ છે કે 11 જાન્યુઆરી 2024ના રોજ, દિલ્હી ખાતે, રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ઈન્દોરની સાથે-સાથે સુરત મહાનગર પાલિકાને સંયુક્ત રીતે સમગ્ર દેશમાં સ્વચ્છતામાં પ્રથમ નંબર મેળવવા માટે ‘સ્વચ્છતા સર્વેક્ષણ પુરસ્કાર’ સુરત મહાનગર પાલિકાના કમિશનરને આપ્યો હતો. સુરત મહાનગરપાલિકા દેશભરના સૌથી સ્વચ્છ શહેરોમાં અવ્વલ નંબર મેળવવામાં સફળ રહ્યું હતું !સુરતના પોશ વિસ્તારમાં શૌચાલયની આ હાલત હોય તો શહેરોના સ્લમ વિસ્તારના શૌચાલયની હાલત શું હશે? નાની નગરપાલિકાઓમાં શૌચાલયની શી હાલત હશે? સુરત મહાનગરપાલિકા કહે છે કે ‘શૌચાલયનો ઉપયોગ કરો, સ્વચ્છતા જાળવો’ પરંતુ આટલાં ગંદા/ દુર્ગંધ મારતા પાલિકાના શૌચાલયના કારણે જ લોકો ખૂલ્લામાં શૌચક્રિયા કરતા હશેને? મહાનગરપાલિકા રોગચાળો ન ફેલાય તે માટે પ્રચાર ઝૂંબેશ ચલાવે છે, પરંતુ ખુદ અમલ કરતી નથી ! વડાપ્રધાનના સ્વચ્છતા અભિયાનની આ કેવી મશ્કરી?

संबंधित पोस्ट

खेदन वतन पंजाब की’ मोगा जिले के निहाल सिंह वाला निर्वाचन क्षेत्र से शुरू

Karnavati 24 News

વડોદરા: રીઢો ઘરફોડ ચોર પાસા હેઠળ રાજકોટ જેલ ખસેડાયો છે.

પાટણ જીલ્લાના સરસ્વતિના વાહણા ગામ ખાતે સેલ્ફી સ્ટાર ગ્રુપના 22 યુવાનોએ બ્લડ ડોનેશન કર્યું

Karnavati 24 News

राज्यातील हवाई दळणवळण वाढविण्यासाठी विमानतळ प्रकल्पांच्या कामांना गती द्या – मुख्यमंत्री देवेंद्र फडणवीस

Karnavati 24 News

पेट्रोल पंप पर विवाद बना अपराधियों का मंसूबा, पहले मारा दो गोली फिर भुजाली से वार कर किया जख्मी

Admin

First World Test Championship 2025 Finalist confirmed

Karnavati 24 News
Translate »