ભરૂચ શહેરમાં આજરોજ ગુજકેટ-૨૦૨૩ ની જાહેર પરીક્ષા કુલ ૧૯ પરીક્ષા કેન્દ્રો પર ૩૬૪૨ જેટલાં ઉમેદવારોએ પરીક્ષા આપી.
ભરૂચ જિલ્લામાં ૧૯ પરીક્ષા સ્થળ પર ૧૮૪ બ્લોકમાં ૩૬૪૨ (ત્રણ હજાર છસો બેતાળીસ) જેટલાં ઉમેદવારો પરીક્ષા આપી .
ઉચ્ચતર માધ્યમિક વિજ્ઞાનપ્રવાહ (૧૦+૨ તરાહ) ના ગૃપ A (મેથ્સ) તથા ગૃપ B (બાયોલોજી) તથા ગૃપ AB (મેથ્સ-બાયોલોજી)ના વિદ્યાર્થીઓ માટે ડિગ્રીએન્જિનિયરીંગ,ડિપ્લોમા/ડિગ્રી ફાર્મસીમાં પ્રવેશ મેળવવા માટે ગુજરાત માધ્યામિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગરથીકોમન એન્ટરન્સ ટેસ્ટ (ગુજકેટ)ની પરીક્ષા યોજવામાં આવી હતી .
ગુજરાત માધ્યામિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા આજરોજ તારીખ ૦૩
એપ્રિલ ૨૦૨૩ સોમવારના રોજ ગુજરાત કોમન એન્ટરન્સ ટેસ્ટ (ગુજકેટ) – ૨૦૨૩ યોજાઈ . ભરૂચ જિલ્લામાં ૧૯ જેટલા પરીક્ષા સ્થળો પર પરિક્ષા યોજાઈ છે. આ તમામ પરીક્ષા સ્થળ
ભરૂચ શહેર અને તેની આસપાસ આવેલ છે. પરીક્ષામાં કુલ ૧૮૪ બ્લોકમાં ૩૬૪૨ (ત્રણ હજાર છસો
બેતાળીસ)જેટલાં ઉમેદવારોએ પરીક્ષા આપી .
નિયામક/નાયબ નિયામક કક્ષાના અધિકારીશ્રી સમગ્ર પરીક્ષાના કેન્દ્ર સુપરવાઇઝર તરીકે
જિલ્લા શિક્ષણાધિકારી કેન્દ્ર કો-ઓર્ડિનેટર તરીકે તેમજ જિલ્લાના વર્ગ ૧/૨ કક્ષાના અધિકારીઓ સ્થળસુપરવાઇઝર તરીકેની કામગીરી નિભાવવાના છે. તમામની નિમણૂંક જિલ્લા પરીક્ષા સમિતિના અધ્યક્ષ અને કલેક્ટરશ્રી દ્વારા કરી દેવામાં આવી છે.
દરેક પરીક્ષા કેન્દ્ર પર એક પુરુષ પોલીસ અને એક મહિલા પોલીસ ફિસ્કીંગ માટે તેમજ ૨
પોલીસ કર્મચારીના દરેક પરીક્ષા કેન્દ્ર ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો . પરીક્ષાર્થીઓને પરીક્ષાખંડમાં અડધો કલાક અગાઉ પ્રવેશ
આપવામાં આવશે. સમગ્ર પરીક્ષા અધ્યાક્ષશ્રી જિલ્લા પરીક્ષા સમિતિ અને જિલ્લા કલેક્ટરશ્રી, ભરૂચના માર્ગદર્શન અને નિરીક્ષણ હેઠળ યોજાઈ .