Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુજરાતરાજકારણ

ગાંધીનગર: મહિલાઓને હથિયાર આપવાના મુદ્દા બાદ ગેનીબેન ઠાકોરે ગૃહમાં ઉઠાવ્યો આ મુદ્દો, જાણો શું કહ્યું?

હાલ ગુજરાત વિધાનસભાનું સત્ર ચાલી રહ્યું છે. ત્યારે શુક્રવારે કોંગ્રેસના મહિલા ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે ગૃહમાં મહિલા અનામતનો મુદ્દો ઉઠાવ્યો છે. ગેનીબેને મહિલા અનામતનો મુદ્દો ઉઠાવી વિધાનસભા અને લોકસભામાં 33 ટકા મહિલા અનામતની માગ કરી છે. જણાવી દઈએ કે, આ પહેલા પણ ગેનીબેને મહિલા અનામત મુદ્દે આવાજ ઉઠાવી હતી.

મ1ળતી માહિતી મુજબ, શુક્રવારે વિધાનસભા સત્ર દરમિયાન કોંગ્રેસના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે ગૃહમાં કહ્યું હતું કે, લોકસભા અને વિધાનસભામાં 33 ટકા મહિલા અનામતને મંજૂરી આપવામાં આવે. તેમણે વધુમા કહ્યું કે, રાજ્ય અને કેન્દ્ર બંને જગ્યાએ ભાજપની સરકાર છે. છતાં આ અંગે નિર્ણય લેવાતો નથી. તેમણે કહ્યું કે, વિધાનસભા અને લોકસભામાં 33 ટકા મહિલા અનામત મામલે ચર્ચા કરી જલ્દી કાયદો બનાવવાની જરૂર છે.

અગાઉ મહિલાઓને હથિયાર આપવાની મંજૂરીનો મુદ્દો ઉઠાવ્યો હતો

ઉલ્લેખનીય છે કે, ગેનીબેન ઠાકોર વિધાનસભામાં સમયાંતરે મહિલા સશક્તિકરણ માટેના મહત્ત્વના મુદ્દાઓ પર સરકારનું ધ્યાન દોરતા હોય છે. પરંતુ, અગાઉ તેમણે મહિલાઓને હથિયાર આપવા મંજૂરીનો મુદ્દો ઉઠાવ્યો હતો. આત્મસુરક્ષા માટે મહિલાને હથિયાર આપવાની મંજૂરીની માગ તેમણે કરી હતી. તેમણે સરકારને સવાલ કર્યો હતો કે, મહિલાઓની સુરક્ષા મામલે હથિયારની મંજૂરી આપવા માટે સરકારે શું નિર્ણય કર્યો? ત્યારે પ્રત્યુત્તરમાં ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, હાલ રાજ્યમાં મહિલાઓ વિરુદ્ધના ગુનામાં તાત્કાલિક ન્યાય મળે છે. મહિલાઓ પર અત્યાચાર થશે તો આરોપીઓને કડક સજા કરવામાં આવશે.

આ પહેલા ધારાસભ્ય ગેનીબેને કહ્યું હતું કે, રાજ્યમાં હાલની સ્થિતિને જોતા બાળકીઓ માટે કરાટેની ટ્રેનિંગ પૂરતી નથી. કેટલાક વિસ્તારમાં હાલ પણ અસામાજિક તત્વો અને બુટલેગરોને કારણે મહિલાઓ પર અત્યાચાર થઈ રહ્યા છે, પરંતુ જ્યાર પીડિત મહિલા ફરિયાદ કરવા જાય તો પોલીસ પણ કોઈ કાર્યવાહી કરતી નથી. આથી મહિલાઓ પર અત્યાચાર કરનારા લોકોનું મનોબળ વધે છે. તેમણે કહ્યું હતું કે, આવી ઘટનાઓમાંથી 90 ટકા ફરિયાદ પોલીસ સ્ટેશન સુધી પહોંચતી નથી.

संबंधित पोस्ट

ઝૂંપડપટ્ટી વસાહતની ગ્રાન્ટમાં ભ્રષ્ટાચાર

Karnavati 24 News

ભારતીય જનતા પાટીઁ ના સ્થાપના દિન નિમિતે ફતેપુરા થી દાહોદ જીલ્લા ભાજપ પ્રમુખ શંકરભાઇ આમલીયારે બાઇક રેલીનુ પ્રસ્થાન કરાવ્યુ… એક હજારથી વધુ લોકો બાઇક રેલી મા જોડાયા…

Karnavati 24 News

 કપટનીતિની ગંદકીથી ખડબદતા રાજકીય પક્ષના રાજકારણીઓ ગ્રામ પંચાયતને કેમ રાજકીય રંગે રંગે છે????

Karnavati 24 News

 વિસાવદરના રાજકારણમાં અનોખી ખેલદિલી, ભાજપ-કોંગ્રેસ અગ્રણીઓએ સરપંચને સાથે મળી પાઠવી શુભેચ્છા

Karnavati 24 News

રાહુલ અને સોનિયા ગાંધીનું અપમાન? પીએમ મોદી વિરુદ્ધ કોંગ્રેસે રજૂ કર્યો વિશેષાધિકાર ભંગનો પ્રસ્તાવ

Karnavati 24 News

પ્રાંતિજ-તલોદ ૩૩ વિધાન સભા બેઠક પર ભાજપ નો દબદબો રહ્યો છે

Admin
Translate »