Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુજરાતપ્રદેશસ્થાનિક સમાચાર

રાજ્યની મહિલા ખેલાડીઓ કોઈ પણ એક રમતમાં “મહિલા રોકડ પુરસ્કાર યોજના વર્ષ ૨૦૨૪-૨૫”માં ભાગ લેવા  તા. ૧૮ માર્ચ થી તા.૧૭ એપ્રિલ ૨૦૨૫ સુધીમાં અરજી કરી શકશે



(જી.એન.એસ) તા. 13

સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત, ગાંધીનગર દ્વારા મહિલા ખેલાડીઓના પ્રોત્સાહન માટે વર્ષ ૨૦૨૪-૨૫’ અંતર્ગત ‘મહિલા રોકડ પુરસ્કાર’  આપવામાં આવશે. આ યોજના અંતર્ગત વર્ષ ૨૦૨૪-૨૫માં વિવિધ રમતોની રાજ્યકક્ષાની શાળાકીય સ્પર્ધાઓ અંડર ૧૪,૧૭,૧૯ અને સ્કૂલ ગેમ્સ ફેડરેશન ઓફ ઇન્ડિયા દ્વારા આયોજિત રાષ્ટ્રકક્ષાની સ્પર્ધામાં એસ.એ.જી.દ્વારા રાજ્યનું પ્રતિનિધિત્વ કર્યું હોય  અથવા ભાગ લીધો હોય તે મહિલા ખેલાડીઓને સન્માનિત કરવામાં આવશે.

 યાદીમાં વધુમાં જણાવાયું છે કે,  મહિલા ખેલાડીઓ કોઈ પણ એક જ રમતમાં તેમજ ખેલમાં એક જ સિદ્ધિ માટે “મહિલા રોકડ પુરસ્કાર યોજના” માટે ફોર્મ ભરી શકશે. આ ફોર્મ ભરવા માટે ખેલાડીઓએ સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાતની સાઈટ https: // sportsauthority.gujarat.gov.in પર તા. ૧૮ માર્ચ થી તા.૧૭ એપ્રિલ ૨૦૨૫ સુધી જરૂરી પ્રમાણપત્રો જેવા કે મેરીટ સર્ટીફીકેટ, આધાર કાર્ડ, કેન્સલ ચેક વગેરે સાથે રાખીને અરજી કરી શકશે એમ સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત ગાંધીનગરની યાદીમાં જણાવાયું છે.  

संबंधित पोस्ट

અમદાવાદના પાનકોર નાકા વિસ્તારમાં આવેલા રમકડાંના ગોડાઉનમાં આગ, ફાયર બ્રિગેડ ઘટના સ્થળે

Gujarat Desk

દીવ જિલ્લામાં સીબીએસસી ધોરણ ૧૦ પરીક્ષાનો પ્રારંભ, એક જ સેન્ટર

Karnavati 24 News

આણંદ કૃષિ યુનિવર્સિટીમાં પ્રાકૃતિક ખેતી અને રાસાયણિક ખેતીના પરીક્ષણ માટેના ફાર્મનું રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ અવલોકન કર્યું

Gujarat Desk

બુલેટ ટ્રેનની કામગીરી અર્થે મણિનગર સ્થિત નાથાલાલ ઝઘડા રેલ્વે ઓવરબ્રિજ આજથી આગામી 10 દિવસ માટે બંધ રહેશે

Gujarat Desk

વડોદરામાં સૈન્ય શસ્ત્રોનું પ્રદર્શ, નજીકથી લોકોએ જાણી આર્મીની તાકાત, મુકાયા આ શસ્ત્રો

Admin

બાગાયત ખેડૂત હાટમાં ૧૦૦ જેટલા સ્ટોલ્સ પર બાગાયત, ઓર્ગેનિક અને પ્રાકૃતિક કૃષિ પેદાશોનું પ્રદર્શન સહ વેચાણ

Gujarat Desk
Translate »