



ગુજરાતના ગોધરા કાંડ મામલે ફરી એકવાર સુનાવણી હાથ ધરવામાં આવનાર છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે તે 24 માર્ચે ગુજરાત સરકારની અપીલ અને 2002ના ગોધરા ટ્રેન સળગાવવાના કેસમાં આજીવન દોષિતોની જામીન અરજીઓ પર સુનાવણી કરશે.
ચીફ જસ્ટિસ અને ખંડપીઠે, તે દરમિયાન, ગુજરાત સરકાર અને દોષિતોના વકીલને તેમને આપવામાં આવેલી વાસ્તવિક સજા અને તેઓ અત્યાર સુધી જેલમાં ગયેલા સમયગાળાની વિગતો આપતી સોફ્ટ કોપી આપે તેમ આદેશ કર્યો છે. સુપ્રીમ કોર્ટમાં 24મીએ ગોધરા ટ્રેન આગ કેસની સુનાવણી થશે.
2002ના ગોધરા ટ્રેન સળગાવવાના કેસમાં આજીવન કેદની સજા ભોગવી રહેલા કેટલાક દોષિતોની જામીન અરજીઓ અને ગુજરાત સરકારની અપીલ પર સુનાવણી કરશે. રાજ્ય સરકારે 20 ફેબ્રુઆરીએ સુપ્રીમ કોર્ટમાં 11 દોષિતોને સજા માંગ કરી છે. 2002ના ગોધરા ટ્રેન સળગાવવાના કેસમાં કોર્ટ દ્વારા અગાઉ ફાંસીની સજાને આજીવન કેદમાં ફેરવવામાં આવી હતી.
2002ના રોજ, ગુજરાતના ગોધરામાં સાબરમતી એક્સપ્રેસ ટ્રેનના S-6 કોચમાં આગ લાગવાથી 59 લોકોના મોત થયા હતા. આ ઘટના બાદ રાજ્યમાં તોફાનો ફાટી નીકળ્યા હતા. 30 જાન્યુઆરીએ સુપ્રીમ કોર્ટે આ કેસમાં આજીવન કેદની સજા પામેલા કેટલાક દોષિતોની જામીન અરજી પર ગુજરાત સરકાર પાસેથી જવાબ માંગ્યો હતો. ગુજરાત સરકારે 11 દોષિતોની ફાંસીની સજાને આજીવન કેદમાં બદલવાના નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો.