Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
अपराध

VIDEO – સુરત – ચોરી કરતી કંજર ગેંગની મહિલાઓ પકડાઈ, ભીખ માંગવાના બહાને દુકાનમાં ઘુસી ચોરી કરતી હતી

વીડિયો ડાઉનલોડ કરવા અહીં કરો ક્લિક 
https://wetransfer.com/downloads/c75079c366774a00de57b4ad6949df1820230401083750/acbc808f5195680088074b86467f360b20230401083811/0eacb4?trk=TRN_TDL_01&utm_campaign=TRN_TDL_01&utm_medium=email&utm_source=sendgrid 
————————————————————————————–

સુરત જિલ્લાના કડોદરા પોલીસે કડોદરા નુરી મીડિયા નજીકથી કંજર ગેંગની છ મહિલાઓની અટકાયત કરી હતી. ખાવાનું અને ભીખ માંગવાના બહાને  બંને મહિલાઓ જે તે દુકાનોમાં પ્રવેશીને દુકાનદાર ની નજર ચૂકવી ને લાખોને ચોરી કરી ફરાર થઈ જતી હતી. બારડોલી નગરમાં આ જ રીતે રાજમાર્ગ ઉપર આવેલ ગાયત્રી ચેમ્બરની દુકાનમાં દુકાન ચલાવતા દુકાનદારને નજર ચૂકવીને 9 લાખ રૂપિયા ભરેલ બેંક લઈને આ મહિલાઓ ભાગી છૂટી હતી. સીસીટીવી ફૂટેજના આધારે મહિલાઓની કરાઇ ધરપકડ.

 દુકાનદારની નજર ચૂકવીને ચોરી કરવામાં માહિર મહિલાઓ ઝડપાઈ 
કડોદરા પોલીસ સ્ટેશનના પીઆઈ આર.એસ.પટેલે કહ્યું કે, 1 સ્ક્રીન પર ગરીબ અને ભોળી અને ગરીબ દેખાતી આ છ મહિલાઓ આજીવિકા માટે પેટિયું રળતી હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ દેખાય છે પરંતુ આ મહિલાઓ જેઓ દુકાનોમાં દુકાનદારની નજર ચૂકવીને ચોરી કરવામાં માહિર છે. છ જેટલી મહિલાઓ સુરત જિલ્લાના બારડોલી ખાતે સૌ પ્રથમ રાજમાર્ગ ઉપર આવેલ ગાયત્રી ચેમ્બરની મની ટ્રાન્સફર ની દુકાને નિશાન બનાવી હતી.

9 લાખ રૂપિયા ભરેલ બેંક લઈને ભાગી છુટી 
 બાળકો માટે જમવાનું માગીને દુકાનદારની નજર ચૂકવીને 9 લાખ રૂપિયા ભરેલ બેંક લઈને ભાગી છુટી હતી. જેથી બારડોલી પોલીસ હરકતમાં આવી આ મહિલાઓ કડોદરા તરફ ભાગી હોવાનું માલુમ પડ્યું હતું. જેથી બારડોલી પોલીસે કડોદરા પોલીસની મદદ લીધી હતી અને બારડોલી પોલીસ અને કડોદરાથી કડોદરા નૂરી મીડિયા નજીકથી નાના બાળકો સાથે આ છ મહિલાઓની પોલીસ અટકાયત કરી લીધી હતી.

ગુનાની કબૂલાત સાંભળી પોલીસ પણ ચોકી ઉઠી 
કડોદરા પોલીસે 6 જેટલી મહિલાઓની અટકાયત કરતા તેઓની ગુનાની કબૂલાત સાંભળી પોલીસ પણ ચોકી ઉઠી હતી. છ મહિલાઓ પૈકી સુનીતા ઉર્ફે મમતા પરમાર મુખ્ય સૂત્રધાર છે . જેની વિરોધ માં સુરત જિલ્લામાં જ નહીં પરંતુ રાજ્યમાં અમદાવાદ, વડોદરા, જુનાગઢ,  પોરબંદર સહિત ના જિલ્લાઓ માં આ જ પ્રકારની તરકીબથી ચોરી કરતા અનેક ગુનાઓ નોંધાય હોવાનું બહાર આવ્યું છે જ્યારે મિત્તલ  ઉર્ફે નીતા પવાર , સપના આર્યન પવાર સહિતની તમામ મહિલાઓ સામે પણ વલસાડ, ખેડા અને ભરૂચ જિલ્લામાં અનેક ગુનાઓ નોંધાઈ ચૂક્યાનો પોલીસ તપાસ દરમિયાન બહાર આવ્યું છે.

કંજર ગેંગથી ઓળખાય છે મહિલાઓ
પોલીસે ઝડપેલ આ છ જેટલી મહિલાઓ  નાના બાળકોનું ઓથું લઈને જે તે નાની મોટી દુકાનોને નિશાન બનાવે છે અને તેઓ પોતે કંજર ગેંગથી ઓળખાતી આવી છે. હાલ કડોદરા પોલીસે આ મહિલાઓની અટકાયત કરીને બારડોલીના મની ટ્રાન્સફરની દુકાનમાંથી ચોરીનો પણ ભેદ ઉકેલી કાઢ્યો હતો અને સાથે જ નવ લાખ રૂપિયા પણ કબજે લીધા છે.

બાઈટ – 1
આર.એસ.પટેલ_પીઆઈ,કડોદરા પોલીસ

संबंधित पोस्ट

મોડાસા સારવાર કરાવવા આવેલ એકટીવા ચાલકની એક્ટિવા સીઝ કરી તેના ભાઈને માથામાં પાવડો ઝીંકી ઢોર માર માર્યો

Admin

ગત વર્ષે એક બોટ ડ્રગ્સ સાથે પકડાઈ અને હવે ગેંગસ્ટર બિશ્નોઈ અમદાવાદની હાઈસિક્યોરીટી સાબરમતી જેલમાં…

Admin

मध्य प्रदेश के रीवा में बस और बच्चों से भरी पिकअप में भिड़ंत,1 बच्ची की मौत, 20 घायल।

Admin

સુરત: સુરતમાં વિહારમાં નીકળેલા 70 વર્ષીય જૈન સાધ્વીજીને સીટી બસે ટક્કર મારતા મોત

Admin

સુરત: સચિન જીઆઈડીસીમાં કાપડના વેપારીને 62 લાખનો ઓર્ડર આપ્યો, પછી માલ લઈ 5 ઠગ છૂમંતર

Admin

વડોદરા: પાદરાના સેજાકૂવા ગામમાં ધોળા દિવસે તસ્કરો ત્રાટક્યા, બંધ મકાનનું તાળું તોડી રૂ.4.40 લાખની મતા ચોરી ફરાર