Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
राजनीति

પ્લોટના વેચાણની મંજૂરી બાબતે ગાંધીનગર ઉત્તરના ધારાસભ્યએ સીએમને કરી લેખિતમાં રજૂઆત

સરકારી કર્મચારીઓ તેમજ અસરગ્રસ્ત ખેડૂતોને  ગાંધીનગર ખાતે વર્ષ ૧૯૮૮માં ફાળવેલ પ્લોટના વેચાણની મંજૂરી બાબતે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને ગાંધીનગરના ધારાસભ્યરીટાબેન પટેલ દ્વારા લેખિત રજૂઆત કરાઈ હતી. રાજ્ય સરકારના કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલ તેમજ પ્રભારી મંત્રી હર્ષભાઈ સંઘવીને પણ સરકારની હકારાત્મક ભૂમિકા દાખવવા રજૂઆત કરાઈ હતી.

ગાંધીનગર ઉત્તર વિધાનસભાના ધારાસભ્ય રીટાબેન પટેલે સરકાર દ્વારા વર્ષ ૧૯૮૮માં ઠરાવ કરીને ગાંધીનગરમાં ફરજ બજાવતા કરતા ૨૨,૦૦૦થી વધુ વર્ગ ૧ અને વર્ગ ૩ ના કર્મચારીઓ તેમજ અસરગ્રસ્ત ખેડૂતોને ૮૧ મીટર થી ૩૩૦ મીટરના ફાળવવામાં આવેલ પ્લોટની વેચાણ મંજૂરી અંગે સુપ્રીમ કોર્ટમાં ટુંક સમયમાં થનાર સુનાવણીમાં સરકાર દ્વારા હકારાત્મકતા સાથે રજૂઆત કરવા અંગે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને તેમજ કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલ તેમજ પ્રભારી મંત્રી હર્ષભાઈ સંઘવીને કર્મચારીઓ તેમજ અસરગ્રસ્ત ખેડૂતોના વ્યાપક હિતમાં લેખિતમાં રજૂઆત કરી હતી.

ઉલ્લેખનય છે કે, સરકાર  દ્વારા હકારાત્મકતા સાથે સુપ્રિમ કોર્ટમાં રજૂઆત કરવામાં આવે અને કાયદાની રૂએ પ્લોટની વેચાણ મંજૂરી મળે તો સ્ટે ના કારણે ૧૫ વર્ષથી ચાલતી અનિશ્ચિતતાનો અંત આવી શકે અને ૨૨,૦૦૦થી વધુ કર્મચારીઓ, અસરગ્રસ્ત ખેડૂતો અને તેમના પરિવારને રાહત મળી શકે તેમ છે ત્યારે આ બાબતે સુખદ નિર્ણય આવે તે માટે ધારાસભ્ય  રીટાબેન કેતનકુમાર પટેલ સક્રિયતા સાથે  લોકસેવક તરીકેની તેમની જવાબદારી નિભાવી રહ્યા છે.

संबंधित पोस्ट

રાજ્યસભામાં વડાપ્રધાને કરી ગર્જના, કહ્યું – આ દેશ કોઈ પરિવારની જાગીર નથી; આખો વખત લાગ્યા ‘મોદી-અદાણી ભાઈ-ભાઈ’ના નારા

Admin

NCP માં ગુજરાત ના ઉપ પ્રમુખ તરીકે પિયુષ પટેલ ની નિમણુંક

Karnavati 24 News

ભાજપની રાષ્ટ્રીય કાર્યકારિણીનો બીજો દિવસ: મોદી આપશે જીતનો મંત્ર, નડ્ડાને સોંપાઈ શકે છે ફરીથી કમાન 

Admin

ભાવનગરમાં એસ.બી.આઇ ગ્રામ સ્વરોજગાર તાલીમ સંસ્થા દ્વારા બ્યુટી પાર્લર મેનેજમેન્ટની રોજગારલક્ષી તાલીમ કાર્યક્રમ યોજાયો

Admin

देहरादून : 8 अप्रैल से शुरू होगी बीजेपी विधायकों की पाठशाला, मोदी-शाह जैसे दिग्गज देंगे पढ़ाएंगे राजनीती का पाठ

Admin

‘चुनाव लड़ने के लिए मोदी ने किया पुलवामा अटैक?’ कांग्रेस नेता का PM पर हमला, BJP ने किया पलटवार

Karnavati 24 News
Translate »