Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
राजनीति

NCP માં ગુજરાત ના ઉપ પ્રમુખ તરીકે પિયુષ પટેલ ની નિમણુંક

 

NCP રાષ્ટ્રવાદી કોંગ્રેસ પક્ષ માં ગુજરાત પ્રદેશ ઉપ-પ્રમુખ તરીકે પાર્ટી નાં વર્ષ 2000 થી સ્થાપક સભ્ય રહેલા એવા સનિષ્ઠ કાર્યકર શ્રી પિયુષ ભાઈ પટેલ ની નિયુક્તિ કરવા માં આવી છે.

 

NCP નાં ગુજરાત પ્રદેશ પ્રમુખ શ્રી જયંત પટેલ બોસકી નાં પડછાયા સમાન ગણાતા એવા કાનમ પ્રદેશ પાટીદાર તે ગામ ચોરંદા નાં વડોદરા નિવાસી શ્રી પિયુષ પટેલ ને પ્રેરણાદાયી અવસરો નું નિયોજન આરંભવા પદ નિયુક્ત કરાયા છે તે ખૂબ ખૂબ અભિનંદન ને પાત્ર છે.

 

NCP માં રહી ને છેલ્લા 23 વર્ષો થી અનેક પ્રકારે લોક સહયોગી બની અને એનસીપી પક્ષ નાં સ્ટેટ લેવલે અને નેશનલ લેવલે ખ્યાતિપ્રાપ્ત એવાં શ્રી પિયુષ ભાઈ પટેલ ને NDA ગવર્નન્સ માં NCP BJP Co-aliation માં અસરકારક ભાગ ભજવવા શ્રી જયંત ભાઈ પટેલ બોસકી એ પોતાની સાથે સંયુક્ત રીતે શ્રી પિયુષ પટેલ ને સ્થાન આપ્યું છે.

 

આવનારા સમય માં શહેર ગામડાઓ માં, સર્વ રાજ્યો અને દેશ માં લોક રજૂઆતો ને સાકાર કરવા કરાવવાં NDA ગવર્નન્સ માં BJP NCP નું સંગઠન કહો કે દૂરંદેશી ગઠબંધન તે દૂધ માં સાકર ભળે એમ લોકઉપયોગી કામો માં પોતાનું કાર્યક્ષમ શિલ પ્રદર્શિત કરશે એમ પોલિટિકલ માંધાતાઓ અને રાજકીય વિશ્લેષકો નો ચર્ચા માં મીઠાસ નો ભાગ રહેશે જ એમ લોકમુખે ચર્ચા નું કારણ બની આ વાત પ્રસરેલ છે.

 

ભારત નાં મોદી સરકાર નાં નેતૃત્વ માં NDA ગવર્નન્સ માં ભળેલા NCP નાં ગુજરાત પ્રદેશ ઉપ પ્રમુખ શ્રી પિયુષ પટેલ એ પોતાનાં ગુરુ એવા બૉસ્કી સાહેબ નાં શબ્દો ને જ આગળ ધરતા પ્રશ્ર્ન નાં પ્રતિઉત્તર માં જણાવાયું છે કે ; પૂર્વ નાં સમય માં પણ રાષ્ટ્ર સર્વોપરી હતું અને આજ નાં બદલાયેલા સમય માં ભારત રાષ્ટ્ર સર્વોપરી છે જ અને એ હેતુ ને સમર્થન આપવા જ અમો NDA ગવર્નન્સ ની લીટી ને વધુ લાંબી બનાવવા સમર્થન આપી સંગઠનાત્મક કાર્યશૈલી ને મજબૂત બનાવી દેશહિત માં લોકઉપયોગી કાર્યો ને વધુ સશક્ત બનાવી શકીએ અને સાથોસાથ પોતપોતાના ઉદભવ ને યાદ રાખી ને મતદાતા ઓ માં પ્રાણવાન રહીએ. અન્યથા જ્યારે રાજયિક ગઠબંધન માં નિયમો નો ફેરફાર ઉદભવે ત્યારે પણ પોતાના સ્વપક્ષે લોકતંત્ર ની ગરીમા સમાન ચૂંટણીઓ માં પોતાના વિચારો ને અંગત રીતે મૂકી ને પ્રજાપ્રાણ જાગૃત રાખી શકીએ.

 

આમ પિયુષ ભાઈ પટેલ દ્વારા NDA માં ભળી ને NCP નેતાગીરી નું વિશિષ્ઠ ઉદાહરણ તેઓ નાં શુભ શબ્દો માં પ્રજવલિત કરતા વધારે અનુભવ નાં આધારે જણાવાયું છે , કે , ગુજરાત એનસીપી નાં પ્રમુખ શ્રી જયંત પટેલ બૉસકી નાં વડપણ માં NDA સાથે રહી ને પણ NCP પ્રજા નાં પ્રાણ પ્રશ્નને ઉજાગર કરવા મુક્ત રીતે પણ સમસ્તો નાં હિત જાળવવા એકત્વ ની NDA ભાવના ઓ માં પણ સપ્તરંગ મેઘધનુષ ની જેમ પોતાનું અસ્તિત્વ લોકપ્રષ્ને જીવંત રાખશે જ.

 

અંતતઃ શ્રી આયોધ્યાનાથજી રામજી ને યાદ કરી ને NCP ગુજરાત ઉપ્-પ્રમુખશ્રી પિયુષ પટેલ એ જયન્ત પટેલ બોસકી ની નિજ પ્રથા ને આગળ ધરતા કહ્યું કે ; તેઓ હંમેશા 18 વર્ણ વ્યવસ્થા ને અંતરપૂર્વકથી માન આપી ને સર્વ લોકપ્રશનો નો ઉકેલ લાવવા સહાધ્યાયી રહ્યા છે અને રહેશે જ અને સર્વ ધર્મ સમભાવ ને માની ને એકજૂટ કાર્યો ને સિદ્ધિ પ્રદાન કરતા જ રહેશે અને એમજ અનંત કર્મશીલ રહેશે.

 

આજ નાં આ આલેખ થી સ્પષ્ટ થાય છે કે આવનારો સમય વિવિધ ક્ષેત્રે કાર્યરત રાજકીય પક્ષો નાં કાર્યો કરવાની નિજ પ્રવૃત્તિ ને વેગવાન બનાવશે અને અનેક્તા માં પણ એકતા નાં સૌહાર્દ ને પ્રાણવાન બનાવશે , છતાંયે પોતાના ઉદભવ રાજકીય જન્મ ને પ્રથમ પ્રાધાન્ય પણ આપશે એમ આલેખાઈ રહ્યું છે.

 

संबंधित पोस्ट

ऋषिकेश : सीएम धामी आज करेंगे शैक्षणिक और प्रशासनिक भवन का शिलान्यास

Admin

ગુજરાતમાં BJPએ બનાવ્યો વધુ એક ‘રેકોર્ડ’, CR પાટિલને સોંપવામાં આવ્યું સર્ટિફિકેટ 

Admin

जयपुर – नये बीजेपी अध्यक्ष ने मंत्रोचारण के साथ सम्भाला पदभार

सेबी देगा 25 मार्च तक उत्तर, सहारा ने साधा सेबी पर निशाना, पटना हाईकोर्ट में कहा…

Karnavati 24 News

મેંદરડાની માર્કેટિંગ યાર્ડ ખાતે બુથ સશક્તિકરણ અભિયાન અંતર્ગત એક વર્ગ યોજાશે

Admin

नेस्ले मोगा द्वारा ग्राम मल्लिया विद्यालय में पेयजल टंकी का उद्घाटन

Karnavati 24 News