અરવલ્લી : દીપડાનો આતંક યથાવત, સરડોઇ ગામની સીમમાં વધુ બે પશુઓનું મારણ કરતા પશુપાલકો સહીત લોકોમાં ફફડા
મોડાસા શહેરના ભાટકોટા થી લાલપુર સુધી ડુંગર અને જંગલ વિસ્તારમાં દીપડા પરિવારે છેલ્લા એક મહિનાથી પડાવ નાખ્યો છે વનવિભાગ તંત્ર દીપડા પરિવારને પાંજરે પુરવામાં નિષ્ફ્ળ સાબિત થઇ રહ્યું છે સમગ્ર 15 કિલોમીટર વિસ્તારમાં 4 જેટલા દીપડા વિહાર કરી રહ્યા છે સરડોઇ ગામની સીમમાં દીપડો ત્રાટકી બે પશુઓનું મારણ કરતા પશુપાલકો અને સમગ્ર વિસ્તારમાં ભય ફેલાયો છે
મોડાસા પંથકના લાલપુર,ભટકોટા ગોખરવા સહિત વિસ્તારમાં છેલ્લા બે માસથી દીપડા પરિવાર દ્વારા પશુ મારણ કરવાની ઘટનાને લઈ લોકો માં ફફડાટ ફેલાયો છે ત્યારે આજરોજ વહેલી સવારે સરડોઈ ગામની સીમના ખેતરમાં પશુ પાલકના બે પશુના દીપડાએ મારણ કર્યા હોવાની ઘટના બનતા લોકમાં ભય ફેલાયો છે ખેડૂતો અને મહિલા અને બાળકો રાત્રી અને બપોરના સુમારે ઘરમાંથી બહાર નીકાળવામાં પણ ડર અનુભવી રહ્યા છે
મોડાસા તાલુકાના અલગ અલગ ગ્રામ્ય વિસ્તારોમાં છેલ્લા ઘણાં સમયથી દીપડાઓ જોવા મળી રહ્યા છે ત્યારે સરડોઈ પંથકમાં પણ દીપડાએ પશુનું મારણ કર્યું