હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીમાં શુક્રવારે પી.એચ.ડીના છાત્રોની કોર્ષવર્કની પરીક્ષા શરૂ થઈ હતી. જેમાં ગુજરાતી વિષયની પરીક્ષામાં 56 છાત્રો પરીક્ષા આપવા બેઠા હતા. જેમને વર્ગખંડમાં થયેલા પ્રશ્નપત્રના બદલે હાથથી લખેલા પ્રશ્નપત્રની ઝેરોક્ષ કરીને છાત્રોને આપવામાં આવ્યું હતું. પરીક્ષા પૂર્ણ થયા બાદ પરીક્ષામાં હાથથી લખેલી પેપર આપવામાં આવી હોવાની પોસ્ટ સોશ્યલ મીડિયામાં ફરતી થતા ચર્ચાસ્પદ બન્યું હતું. આ બાબતે પરીક્ષાના કો-ઓર્ડીનેટર ડૉ.લલિત પટેલે જણાવ્યું હતું કે, આ માત્ર એક કોર્ષવર્ક પૂર્ણ થયું હોય તે ચકાસણી માટે ટેસ્ટ સમાન પરીક્ષા હોય છે. આના કોઈ ગુણ ગણવામાં આવતા હોતા નથી. પ્રશ્નપત્ર પ્રિન્ટ ન થતા વિદ્યાર્થીઓના સમયના બગડે તે માટે આ રીતે હાથથી લખેલું પેપર અપાયુ હતું.
