Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
General news

રાજકોટના મુસાફરો માટે ખરાબ સમાચાર: બયાના સ્ટેશન પર નોન-ઇન્ટરલોકિંગનાં કામના કારણે રાજકોટની ઘણી ટ્રેનોના રૂટ ડાયવર્ટ કરાયા

રાજકોટના મુસાફરોને હજી થોડી રાહ જોવી પડશે છેલ્લા કેટલાક સમયથી ડબલ ટ્રેકનાં કામને કારણે રાજકોટથી જતી ઘણી ટ્રેનો બંધ રહી હતી ત્યારે ફરી વાર બયાના સ્ટેશન પર નોન-ઇન્ટરલોકિંગનાં કામના કારણે રાજકોટ રૂટ પર ચાલતી ટ્રેનો ડાયવર્ટ કરાઇ છે. પશ્ચિમ મધ્ય રેલવેના બયાના સ્ટેશન પર નોન-ઇન્ટરલોકિંગ કામના કારણે રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી પાંચ ટ્રેનો આંશિક રીતે ડાયવર્ટ કરાયેલા રૂટ પર દોડશે. રાજકોટ ડિવિઝનના સિનિયર ડીસીએમ સુનિલ કુમાર મીના ના જણાવ્યા અનુસાર, ડાયવર્ટ કરેલા રૂટ પર દોડનારી ટ્રેનો:ઓખાથી ઉપડનારી ઓખા-ગુવાહાટી એક્સપ્રેસ, 25-ર ના રોજ ગાંધીધામથી ઉપડનારી ગાંધીધામ-કામખ્યા એક્સપ્રેસ અને 22.2 ના રોજ કામખ્યા થી ઉપડનારી કામાખ્યા-ગાંધીધામ એક્સ્પ્રેસ તેના રેગ્યુલર રૂટ વાયા બયાના-આગ્રાફોર્ટ ના બદલે ડાયવર્ટ કરાયેલા રૂટ વાયા બયાના-ભરતપુર-અછનેરા થઈને ચાલશે.23.2ના રોજ ઓખાથી ઉપડનારી ઓખા-બનારસ એક્સપ્રેસ અને 25.2 ના રોજ બનારસ થી ઉપડનારી બનારસ-ઓખા એક્સપ્રેસ તેના રેગ્યુલર રૂટ વાયા નાગદા-કોટા-બયાના-આગરાફોર્ટ-કાનપુર ના બદલે ડાયવર્ટ કરાયેલા રૂટ વાયા નાગદા-સંત હિરદારામ નગર-નિશાતપુરા-બીના-વીરાંગના લક્ષ્મીબાઈ-કાનપુર થઈને ચાલશે.રેલવે તંત્ર મુસાફરોને વિનંતી કરે છે કે તેઓ ઉપરોક્ત ફેરફારને ધ્યાનમાં રાખીને તેમની મુસાફરી શરૂ કરે અને ટ્રેનની કામગીરી સંબંધિત નવીનતમ અપડેટ્સ માટે www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લે જેથી કરીને કોઈ અસુવિધા ન થાય.

संबंधित पोस्ट

વાવોલની કન્સ્ટ્રક્શન સાઈટમાંથી 6.87 લાખની કિંમતના એલ્યુમિનિયમના મટીરીયલની ચોરી . .

Admin

100 મિલિયન લોકો માટે ખરાબ રહ્યું વર્ષ 2022, યુદ્ધ હિંસાને કારણે પોતાનો દેશ છોડવો પડ્યો

Admin

નવયુગ વિદ્યાલય પોરબંદરમાં ધોરણ ૯ થી ૧૨માં અભ્યાસ કરતા વિદ્યાર્થી ભાઇ – બહેનોને અગત્યની સુચના

Admin

Pele Funeral: અલવિદા પેલે… આંખમાં આસૂ સાથે ફૂટબોલ લિજેન્ડને અપાઇ અંતિમ વિદાય

Admin

ગૂજરાત વિદ્યાપીઠ વિવાદ – આજે 22માંથી 8 ટ્રસ્ટીઓના રાજીનામાં સ્વિકારવામાં આવ્યા

Admin

કોરોના સંકટને લઇને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે લોકોને માસ્ક પહેરવા અપીલ કરી .

Admin