Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
General news

દાહોદ જિલ્લાના ખેડૂતો માટે કિસાન ગોષ્ઠી યોજાઇ : ૧૪૨૩ ખેડૂતોએ લીધો ભાગ

દાહોદ જિલ્લાના ખેડૂતો માટે કિસાન ગોષ્ઠી યોજાઇ : ૧૪૨૩ ખેડૂતોએ લીધો ભાગ

દાહોદ જિલ્લામાં ડિસેમ્બર માસના બીજા સપ્તાહથી ૧૦ દિવસ માટે વિવિધ ગામોમાં કિસાન ગોષ્ઠીનું આયોજન કરાયું હતું. જેમાં ૧૪૨૩ જેટલા ખેડૂતોએ ભાગ લીધો હતો. આ કિસાન ગોષ્ઠી રેટીયા, બલૈયા, શાષ્ટા, હુમડપુર, નઢેલાવ, થાળા, વાંદર, પ્રતાપપુરા, ટોકરવા સહિતના ગામોમાં યોજાઇ હતી.
આત્મા યોજના દાહોદ દ્વારા વર્ષ ૨૦૨૨.૨૩ ના ડિસેમ્બર માસમાં ગત તા. ૧૨ થી ૨૨ ડિસેમ્બર દરમિયાન આ કિસાન ગોષ્ઠીનું આયોજન કરાયું હતું. દાહોદ જિલ્લાના ખેડુતોને પ્ર્રાકૃતિક ખેતી, ટપક સિચાઇ, પશુપાલન અને આધુનિક ખેતી વિશે માર્ગદર્શન મળી રહે તે હેતુથી કિસાન ગોષ્ઠીનું આયોજન કરાયું હતું. જેમાં આત્મા યોજના અને ખેતીવાડી વિભાગના અધિકારીશ્રીઓ-કર્મચારીશ્રીઓ, કૃષિ વિજ્ઞાન કેંદ્રના વૈજ્ઞાનિક્શ્રીઓ, જી.જી.આર.સી અને પશુપાલન વિભાગના અધિકારીશ્રીઓ-કર્મચારીશ્રીઓ દ્વારા ખેડુતોને પ્રાકૃતિક ખેતીની સાથે ટપક સિચાઇ, પશુપાલન અને હવામાન તેમજ ખેતીને અનુરૂપ માર્ગદર્શન તેમજ તેમા ઉદભવતા પ્રશ્નોનો નિકાલ કરી માર્ગદર્શન અપાયું હતું.
દેશના વડાપ્રધાનશ્રીના આહ્વાન મુજબ ગામ દીઠ ૭૫ ખેડુતો પ્રાકૃતિક ખેતી કરતા થાય અને રાજયપાલશ્રીની પ્રેરણા અને માર્ગદર્શન અનુસાર ખેડુતોને પ્રાકૃતિક ખેતી વિશે વિસ્તૃત લાઇવ નિદર્શન યોજી માહિતગાર કરાયા હતા. તેમજ આ અભિયાનને સફળ બનાવવા માટે દાહોદ ખાતેથી સંચાલીત પ્રજાપિતા બ્રહમાકુમારી દ્વારા પણ ખેડુતોને ઝેરયુક્ત ખેતી છોડી પ્રાકૃતિક અને વૈદિક ખેતી અંગે હાજર રહી ખેડુતોને માર્ગદર્શન અપાયું હતું.

संबंधित पोस्ट

दिल्ली में शीतलहर की वजह से 15 जनवरी तक स्कूले रहेंगे बंध

Admin

પાટડીના જૈનાબાદ ગામે કોમી એખલાસ ભર્યું વાતાવરણ બની રહે એ માટે જિલ્લા પોલીસ વડા હરેશકુમાર દુધાતનો લોક દરબાર યોજાયો

Admin

बिहार: जल्द शरू होगी महत्वाकांक्षी एलिवेटेड रोड परियोजना ! बनेगी 600 मीटर लंबी सुरंग

Admin

અમદાવાદ અસારવા-સોલા સિવિલમાં જાણો ઓક્સિજનની શું છે વ્યવસ્થા, બીજી લહેરમાં ઓક્સિજનના અભાવે મોત થયા હતા

Admin

રાજકોટ: નાફેડની ઓછી કિંમત સામે ખેડૂતોમાં રોષ, ડુંગળીની ખરીદીને લઈ હવે રાજનીતિ ગરમાઇ!

Karnavati 24 News

ચોટીલા, નાની મોલડી અને થાનગઢ પોલીસ મથકમાં જુદા જુદા દરોડા દરમિયાન રૂ. 58 લાખથી વધુનો દારૂનો નાશ કરાયો

Admin