Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
अपराध

સુરત: છેલ્લા 6 મહિનાથી ગુમ પોલીસ કોન્સ્ટેબલના પરિવારની કમિશનરને રજૂઆત, ન્યાયની માગ

તાજેતરમાં પોલીસ વિભાગની માહિતી લીક કરવાનો મામલો સામે આવ્યો હતો, જેમાં શહેર પોલીસ વિભાગના ડીસીપી ઝોન-2માં ફરજ બજાવતા કોન્સ્ટેબલ મિથુન ચૌધરી અને કાપોદ્રા પોલીસમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ વિપુલ કોટડિયાનું સામે આવ્યું હતું. આ બંનેમાંથી મિથુન ચૌધરી છેલ્લા 6 મહિનાથી ગુમ છે અને તેનો કોઈ પત્તો મળ્યો નથી. આ મામલે પુલિસકર્મીને શોધવા અને પરિવારે કમિશનરને રજૂઆત કરી ન્યાયની માગ કરી છે.

દિલ્હી ગયા બાદ પોલીસકર્મીનો કોઈ પત્તો મળ્યો નથી

માહિતી મુજબ, બંને પોલીસકર્મી પર દિલ્હીની પ્રાઇવેટ જાસૂસી સંસ્થાને ડીસીપી કક્ષાના અધિકારીઓના આઇડી-પાસવર્ડ મેળવી તેમાંથી પોલીસના કોલ રેકોર્ડિંગ મેળવી લઈ તે ડેટા વેચવાનું કૌભાંડ આચર્યું હોવાનો આરોપ હતો. આક્ષેપ છે કે બંને કોન્સ્ટેબલે એક માહિતી પાસઓન કરવાના રૂ.25 હજાર લીધા હતા. આ મામલે દિલ્હી પોલીસે વિપુલની ધરપકડ કરી હતી અને મિથુનને જવા દીધો હતો. દિલ્હી પોલીસ સ્ટેશનમાંથી બહાર આવ્યા બાદથી મિથુનનો ફોન બંધ આવી રહ્યો અને તેનો કોઈ પત્તો નથી. આ વાતને હવે 6 મહિના જેટલો સમય વીતી ગયો છે. તેમ છતાં પોલીસકર્મીનો કોઈ અત્તોપત્તો મળ્યો નથી.

 સુરત ક્રાઇમ બ્રાન્ચને સોંપાઈ હતી તપાસ

અગાઉ આ મામલે પોલીસ કમિશનરે મિથુનને શોધવા સુરત ક્રાઇમ બ્રાન્ચને તપાસ સોંપી હતી. ઉપરાંત, આ મામલે કાપોદ્રા પોલીસની ટીમે પણ સર્ચ ઓપરેશન આદર્યું હતું. પોલીસના જણાવ્યા મુજબ, દિલ્હીથી નીકળ્યા બાદ મિથુન અમદાવાદમાં જોવા મળ્યો હતો. પરંતુ, ત્યાર બાદ પોલીસ કોન્સ્ટેબલનો કોઈ પત્તો મળ્યો નથી. આ મામલે હવે કોન્સ્ટેબલના પરિવારજનોએ પોલીસ કમિશનરને રજૂઆત કરી છે અને કોન્સ્ટેબલને શોધવાની સાથે આર્થિક મદદ કરવા માટે પણ રજૂઆત કરી છે.

संबंधित पोस्ट

महाराष्ट्र: फूड कंपनी की फ्रेंचाइजी लेने के लिए युवक ने गूगल पर किया सर्च, ठग ने 16 लाख रूपये ऐंठे

Admin

दिल्ली कंझावला केस: टक्कर मारने वाली कार में सवार लोगो पर लगेगा हत्या का आरोप

Admin

વડોદરા: પિતા ગુમાવનાર યુવતીને નોકરીની લાલચ આપી નરાધમે દુષ્કર્મ આચર્યું, આપઘાત કરવા જતા અભયમે બચાવી

Admin

धनबाद: ATM का कैश बॉक्स लेकर अपराधी फरार, 10 लाख से ज्यादा की चोरी का अनुमान..

Admin

મોટા સમાચાર- મોરબી દુર્ઘટના કેસમાં પોલીસની ચાર્જશીટ, ઓરેવા ગ્રુપના જયસુખ પટેલ 10માં આરોપી

Admin

अलवर में बड़ा हादसा:2 सगे भाई समेत परिवार के 4 बेटों की मौत, रिश्तेदारी में थी शादी

Admin
Translate »