Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
खेल

IND V AUS ત્રીજી ટેસ્ટના સ્થળમાં થયો ફેરફાર, ધર્મશાળાના બદલે અહી રમાશે ત્રીજી ટેસ્ટ

નવી દિલ્હીઃ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચાલી રહેલી 4 મેચોની શ્રેણીની ત્રીજી ટેસ્ટ મેચ હવે ધર્મશાળામાં રમાશે નહીં. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ સોમવારે આ જાણકારી આપી. આ ટેસ્ટ મેચ 1 થી 5 માર્ચ દરમિયાન ધર્મશાળામાં રમાવાની હતી, જે હવે ઈન્દોરના હોલકર સ્ટેડિયમમાં રમાશે.

બોર્ડર ગવાસ્કર ટ્રોફી હેઠળ રમાઈ રહેલી 4 મેચની શ્રેણીમાં ભારતીય ટીમ 1-0થી આગળ છે. નાગપુરમાં રમાયેલી પ્રથમ ટેસ્ટ મેચમાં ભારતે કાંગારૂઓને ઇનિંગ અને 132 રને હરાવ્યું હતું. બીસીસીઆઈએ તેના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પર ત્રીજી ટેસ્ટ મેચના સ્થળ બદલવાની માહિતી આપી હતી. બોર્ડે લખ્યું, ‘હિમાચલ પ્રદેશમાં ઠંડી પડી રહી છે. આવી સ્થિતિમાં આઉટફિલ્ડમાં પૂરતા પ્રમાણમાં ઘાસની ગીચતાના અભાવે સ્થળ બદલવું પડે છે.

બીસીસીઆઈએ એક નિવેદનમાં જણાવ્યું છે કે ધર્મશાળામાં 1 થી 5 માર્ચ દરમિયાન રમાનારી ત્રીજી ટેસ્ટ મેચ હવે ઈન્દોરના હોલકર સ્ટેડિયમમાં રમાશે. ધર્મશાળાના હિમાચલ પ્રદેશ ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં અત્યાર સુધી એક ટેસ્ટ મેચ રમાઈ છે. વર્ષ 2017માં ભારત અને ઓસ્ટ્રેલિયાની ટીમો આ મેદાન પર ટેસ્ટ મેચમાં આમને-સામને હતી. જોકે ફેબ્રુઆરી 2022 પછી અહીં કોઈ આંતરરાષ્ટ્રીય મેચ રમાઈ નથી. ત્યારબાદ ભારત અને શ્રીલંકાની ટીમો T20 ઈન્ટરનેશનલ મેચમાં ટકરાયા હતા.

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 4 મેચોની શ્રેણીની પ્રથમ ટેસ્ટ મેચ નાગપુરમાં રમાઈ હતી. શ્રેણીની બીજી મેચ 17 ફેબ્રુઆરીથી દિલ્હીમાં રમાશે જ્યારે ત્રીજી ટેસ્ટ હવે 1 માર્ચથી ઈન્દોરમાં રમાશે. ચોથી અને અંતિમ ટેસ્ટ 9 માર્ચથી અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે.

ઓસ્ટ્રેલિયા સામે રવિવારે ચાલી રહેલી બોર્ડર-ગવાસ્કર ટ્રોફીની બીજી ટેસ્ટ પહેલા ઝડપી બોલર જયદેવ ઉનડકટને ભારતીય ટીમમાંથી મુક્ત કરવામાં આવ્યો છે. તે રણજી ટ્રોફી 2022-23ની ફાઇનલમાં સૌરાષ્ટ્રની ટીમ તરફથી રમશે.

ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI)ની મીડિયા રીલીઝ મુજબ, અખિલ ભારતીય વરિષ્ઠ પસંદગી સમિતિએ ભારતીય ટીમ મેનેજમેન્ટ સાથે પરામર્શ કરીને જયદેવ ઉનડકટને છોડવાનો નિર્ણય કર્ય હતો. “અખિલ ભારતીય વરિષ્ઠ પસંદગી સમિતિએ ભારતીય ટીમ મેનેજમેન્ટ સાથે પરામર્શ કરીને બોર્ડર-ગાવસ્કર ટ્રોફી માટે ભારતના ઓસ્ટ્રેલિયા પ્રવાસની બીજી ટેસ્ટ માટે ભારતીય ટીમમાંથી જયદેવ ઉનડકટને બહાર કરવાનો નિર્ણય લીધો છે,” મીડિયા રિલીઝમાં જણાવાયું છે.

संबंधित पोस्ट

दक्षिण अफ्रीका दौरे से पहले भारत को झटका: कप्तान राहुल और कुलदीप टी20 सीरीज से बाहर, पंत पहली बार कप्तान

Karnavati 24 News

IND vs SA: कोहली बिना रन बनाए आउट, फिर टूट गईं ‘विराट’ स्कोर बनाने की उम्मीदें

Karnavati 24 News

इंग्लैंड के खिलाफ तीसरे टेस्ट में भी खुद को नहीं बचा पाया पाकिस्तान, अपने ही घर में घुटनों के बल गिरा

Admin

IPL 2023: સનરાઇઝર્સે નોંધાવી સિઝનની પહેલી જીત, જાણો શિખર ધવનની ટીમની હારનું કારણ

Admin

IPL 2023 के दौरान ICC ने 3 खिलाड़ियों को दी कड़ी सजा, एक खिलाड़ी पर दो मैच का बैन लगा

Admin

फरीदाबाद: अंतरराष्ट्रीय मुक्केबाज हर्ष गिल ने तंजानिया के बॉक्सर शहीद मबेलवा को चटाई धूल

Translate »