Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
अपराध

પૂર્વ IPS અધિકારીને બદનામ કરવા બે પત્રકાર ભાજપ નેતાની ATSએ કરી ધરપકડ, જાણો શું છે મામલો

નિવૃત આઈપીએસને બદનામ કરવાનું ષડયંત્ર કરવાનો મામલો સામે આવ્યો છે. મહિલા પર દુષ્કર્મનો ખોટો આરોપ મુકૂ એફીડેવિટ વાયરલ કરવા મામલે બે કથિત પત્રકાર અને ભાજપ નેતા સહીત 5ની એટીએસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. આ પ્રકારની ઘટના સામે આવતા ખળભળાટ મચી ગયો છે. જેની સ્પષ્ટતા એટીએસ દ્વારા પ્રેસ મીડિયા સમક્ષ કરવામાં આવી હતી

આ પાંચમાંથી એક ભાજપના નેતા હોવાની પણ વિગતો પ્રાપ્ત થઈ રહી છે. એક મહિલાના સહારે તોડ કરવાનું ષડયંત્ર સામે આવ્યું છે. મહિલા સાથે દુષ્કર્મ કર્યાનું ખોટું સોગંદનામું કરાયું હોવાની વાત સામે આવી છે. બે ઉચ્ચ અધિકારીઓને ફસાવવાનું આ કાવતરું રચાયું હતું. એફીડેવિટમાં પણ છેડછાડ કરી હોવાનું પ્રકાશમાં આવ્યું છે. આરોપીઓ સામે ખંડણી સહીતના ગુનાઓ ગાંધીનગર સેક્ટર 7 પોલીસ સ્ટેશન ખાતે દાખલ કરવામાં આવ્યો છે.

એટીએસ એસપી સુનીલ જોષીએ પ્રેસ કોન્ફરન્સમાં વિગતવાર જણાવતા કહ્યું કે, મહિલાએ દબાણમાં આવીને કોઈ અધિકારીના નામ જાહેર કર્યા નથી. મહિલાની જાણ વિના એફીડેવિટમાં એક ફકરો ઉમેરાયો હતો. એ ત્રણેય આરોપીએ જુદી-જુદી રીતે અધિકારીઓની કચેરીમાં ગયા હતા. વચેટીયા સહીતનો પણ આ મામલે સંપર્ક કર્યો હતો. આરોપીઓ દ્વારા અધિકારીઓ પર દબાણ કરી ભય ઉભો કરી 8 કરોડ પચાવવાની ડીલ કરાવા માંગતા હતા. જી.કે. પ્રજાપતિ અને હરેશ જાદેવે ગાંધીનગરના બે પત્રકારનો સંપર્ક કર્યો હતો. આશુતોષ પંડ્યા અને કાર્તિક જાનીનો સંપર્ક કર્યો અને એફડેવિટની કોપી સ્કેન કરાવી, વીડિયો મહિલાનો બનાવી અધિકારીઓ પર દબાણ કરવાનો પ્રયત્ન કર્યો હતો.

આ મામલે જીકે પ્રજાપતિ, હરેશ જાદવ, મહેન્દ્ર પરમાર, આશુતોષ પંડ્યા અને કાર્તિક જાની આ બધાને ડીટેઈન કરાયા છે. આ મામલે ગાધીનગર સેક્ટર 7માં ફરીયાદ દાખલ કરી છે. જે સમગ્ર મામલે એસઓજી તપાસ કરી રહી છે. 8 કરોડની માંગણી બે અધિકારીઓ સાથે કરાતી. હાલ સુધીની તપાસમાં કોઈ પોલીસ અધિકારીનું નામ સામે નથી આવ્યું. એસઓજી આ મામલે તપાસ કરી રહી છે. તેમ તેમણે કહ્યું હતું.

संबंधित पोस्ट

झारखंड: बच्ची के मौत के सदमे में परिवार के 4 लोगों ने खा लिया जहर, 3 दिन से खाना-पिना भी था बंद!

Admin

રાજકોટની બેંકમાં પૈસા જમા કરાવનાર પાસેથી ૫૦૦ વાળી ૨૫ નોટો નીકળી નકલી: તપાસ હાથ ધરાઇ

Admin

मोगा में प्रेमिका को मिलने गए नौजवान का बेरहमी से कत्ल

Admin

फिल्मी तरीके में दिया बिजनेसमैन की हत्या को रूप !

Admin

અમરેલી જિલ્લામાં મોડી રાતે ફાયરિંગની ઘટનાએ ચકચાર મચાવી દીધી છે

Admin

રાજકોટમાં કાયદા વ્યવસ્થા કથળી: વ્યાજ વસૂલવા વ્યજખોરે વેપારીના પુત્રનું કર્યું અપહરણ

Admin