Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
अपराध

વિશ્વ: ફિલિપાઈન્સમાં અંધાધુન ગોળીબારમાં ગવર્નર સહિત 5ની હત્યા, લોકોમાં ભયનો માહોલ

ફિલિપાઈન્સમાં શનિવારે (4 માર્ચ) અચાનક ગોળીબાર થતા લોકોમાં ડરનો માહૌલ જોવા મળી રહ્યો છે. કેટલાક સશસ્ત્ર હુમલાખોરોએ ફિલિપાઈન્સના ગવર્નર રોએલ ડેગામોની ગોળી મારીને હત્યા કરી હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, બંદૂકધારીઓએ અનેક રાઉન્ડ ફાયરિંગ કર્યું, જેમાં ગવર્નર એ જીવ ગુમાવ્યો. ગોળીબારની ઘટનામાં રાજ્યપાલ ઉપરાંત વધુ પાંચ લોકોના મોત થયા છે. પોલીસે જણાવ્યું કે, ગુનેગારો લશ્કરી ગણવેશમાં આવ્યા હતા. પ્રાંતીય નેતા મધ્ય ફિલિપાઈન્સમાં તેમના ઘરે ગ્રામજનો સાથે બેઠક કરી રહ્યા હતા ત્યારે બંદૂકધારીઓએ ગોળીબાર કર્યો હતો.

ફિલિપાઈન્સમાં ગવર્નરની હત્યા

પોલીસના જણાવ્યા મુજબ, ફાયરિંગ કરનારા ગુનેગારોની સંખ્યા ઓછામાં ઓછી 6 હતી. આ તમામ એસોલ્ટ રાઈફલ્સથી સજ્જ હતા. બુલેટ-પ્રૂફ વેસ્ટ પહેરેલા ત્રણ માણસો એસયુવીમાંથી બહાર આવ્યા અને નેગ્રોસ ઓરિએન્ટલ ગામમાં ગવર્નર રોએલ ડાગામો પર ગોળીબાર કર્યો. તેઓએ પેમ્પ્લોના શહેરમાં ઘરની સામે જ ગવર્નર અને ઓછામાં ઓછા પાંચ અન્ય લોકોની હત્યા કરી. મળતી માહિતી મુજબ, આ પ્રાંતમાં હિંસક રાજકીય સંઘર્ષનો ઈતિહાસ રહ્યો છે.

ગવર્નરની પત્નીએ કરી ન્યાયની માંગ 

માર્યા ગયેલા ગવર્નરની પત્ની જેનિસ ડેગામોએ ફેસબુક વિડિયોમાં જણાવ્યું હતું કે, ગોળીબારમાં પાંચ ગ્રામજનોના પણ મોત થયા હતા. તેમણે ન્યાયની માંગણી કરી છે. તેમણે જણાવ્યું કે, તેઓ શનિવારે તેમના વિભાગના વડાઓ સાથે મતવિસ્તારના લોકોની મદદ કરી રહ્યા હતા. પોલીસે જણાવ્યું કે, ઘટનાસ્થળેથી કુલ 10 શંકાસ્પદ ભાગતા જોવા મળ્યા હતા. તેઓ તમામ એસયુવીને મૂકીને ભાગ્યા હતા. આ હત્યાકાંડ બાદ પોલીસે સુરક્ષા ચોકીઓ ગોઠવી છે અને સમગ્ર પ્રાંતમાં શંકાસ્પદ લોકોની શોધ શરૂ કરી છે.

संबंधित पोस्ट

धनबाद: ATM का कैश बॉक्स लेकर अपराधी फरार, 10 लाख से ज्यादा की चोरी का अनुमान..

Admin

बिहार: सीतामढ़ी में एसएसबी जवान को साथी ने मारी गोली

Admin

मोगा में प्रेमिका को मिलने गए नौजवान का बेरहमी से कत्ल

Admin

बिहार: गया में आरपीएफ ने फर्जी रेलवे जॉब रैकेट का भंडाफोड़ किया, दो गिरफ्तार

Admin

जोधपुर सिलेंडर ब्लास्ट, 2 बच्चों सहित अब तक 5 मौत:दूल्हा तैयार हो रहा था तभी धमाका; घायलों से मिलने हॉस्पिटल पहुंचे CM

Admin

અજમેર શરીફના ઉર્ષમાં ભાગ લેવા ગયેલા અમરેલીના બે યુવાનનું અકસ્માતમાં મોત

Admin
Translate »