Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
अपराध

સુરત: સુરતના સરદારબ્રિજ પરથી યુવતીએ લગાવી મોતની છલાંગ, સ્થાનિક તરવૈયાઓએ બચાવી

શનિવારે સુરતમાં આવેલા સરદાર બ્રિજ પરથી 19 વર્ષીય યુવતીએ મોતની છલાંગ લગાવી હતી. જોકે ઘટના સ્થળ પર હાજર લોકોએ યુવતીને બચાવી લીધી હતી. લોકોએ ફાયર વિભાગને જાણ કરતા ટીમે ત્યાં આવી યુવતીને 108માં હોસ્પિટલ સારવાર અર્થે ખસેડાઈ હતી. આ મામલે પોલીસને જાણ કરાતા પોલીસે યુવતીના આત્મહત્યાના પ્રયાસ પાછળનું કારણ શોધવા તપાસ હાથ ધરી છે.

માહિતી મુજબ, શનિવારે સુરતના સરદારબ્રિજ પરથી એક 19 વર્ષીય યુવતીએ તાપી નદીમાં ઝંપલાવી આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે યુવતીને છલાંગ લગાવતા જોઈ કેટલાક સ્થાનિક લોકો નદીના તટે પહોંચ્યા હતા. સ્થાનિક તરવૈયાઓએ તાપી નદીમાં કૂદી યુવતીનો આબાદ બચાવ કર્યો હતો. ત્યાર બાદ સ્થાનિક લોકોએ ફાયરની ટીમને પણ જાણ કરી હતી. આથી ફાયર બ્રિગેડની ટીમ ત્યાં પહોંચી હતી અને યુવતીને 108 એમ્બ્યુલન્સના મારફતે સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાઈ હતી.

આત્મહત્યાનું કારણ અકબંધ

જોકે યુવતીએ ક્યાં કારણોસર નદીમાં છલાંગ લગાવી આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો તે હજુ સુધી જાણી શકાયું નથી. પોલીસે આ અંગે સાચું કારણ જાણવા તપાસ હાથ ધરી છે. પ્રાથમિક તપાસમાં યુવતી ઉમરવાડા વિસ્તારની રહેવાસી હોવાનું સામે આવ્યું છે.  યુવતી હાલ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.

संबंधित पोस्ट

સુરત: સુરત એરપોર્ટ પર બિનવારસી લગેજ ટ્રોલીમાંથી રૂ. 67 લાખના 10 સોનાના બિસ્કિટ મળ્યા

Admin

સુરત: છેલ્લા 6 મહિનાથી ગુમ પોલીસ કોન્સ્ટેબલના પરિવારની કમિશનરને રજૂઆત, ન્યાયની માગ

Admin

વડોદરા: પાદરાના સેજાકૂવા ગામમાં ધોળા દિવસે તસ્કરો ત્રાટક્યા, બંધ મકાનનું તાળું તોડી રૂ.4.40 લાખની મતા ચોરી ફરાર

महाराष्ट्र: ठाणे में एक कंस्ट्रक्शन साइट पर मिट्टी के नीचे दबने से 2 मजदूरों की मौत, एक घायल

Admin

અંકલેશ્વરના સારંગપુર ગામમાં બે સગી બહેનો રહસ્યમય સંજોગોમાં લાપતા બનતા પોલીસે તપાસ દોર શરૂ કરી

Karnavati 24 News

રાજકોટમાં આવેલ ધનંજય ફાઇનાન્સ પેઢી ઉઠી ગઈ: ૨૦થી વધુ લોકોના રૂપિયાનું ફુલેકું વાળી રફુચક્કર થઈ

Admin
Translate »