Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
अपराध

અરવલ્લી : મેઘરજના રોલા ગામેથી DJના સ્પીકર ચોરી કરી રાજસ્થાનમાં સંતાડી દીધા,પોલીસે આરોપીને 93 હજારના 6 સ્પીકર સાથે દબોચ્યો

અરવલ્લી જીલ્લાના મેઘરજ તાલુકાના રોલા ગામેથી રાત્રીના સુમારે ડી જે સાઉન્ડ સિસ્ટમના ભારેભરખમ 6 સ્પીકરની ચોરી થતા ભારે ચકચાર મચી હતી મેઘરજ પોલીસે સીસીટીવી ફૂટેજ અને મોબાઈલ ટાવર લોકેશનના આધારે ડીજે ચોરીના ગુન્હાનો ભેદ ગણતરીના સમયમાં ઉકેલી નાખી ચોરી કરેલ ડીજે સ્પીકર રાજસ્થાનના આરોપીના ઘરેથી રિકવર કરી સ્પીકર ચોરીમાં ઉપયોગમાં લીધેલ બોલેરો જીપ અને અપાચે બાઈક જપ્ત કરી સ્પીકર ચોરીમાં સંડોવાયેલ અન્ય આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા

મેઘરજ પીએસઆઇ ચેતનસિંહ રાઠોડ અને તેમની ટીમે રોલા ગામે થયેલ 6 ડીજે સ્પીકરની ચોરીના ગુન્હાનો ભેદ ઉકેલવા બાતમીદારો સક્રિય કરી ચોરી કરનાર આરોપીઓના મોબાઈલ ટાવર લોકેશનનું ઝીણવટ ભર્યું એનાલીસીસ કરવાની સાથે સીસીટીવી ફૂટેજ તપાસ હાથધરી રાજસ્થાનમાં પડાવ નાખતા ડીજે સ્પીકર ચોરીમાં સંડોવાયેલ આરોપી અપાચે બાઈક સાથે રાસ્તા પાસેથી દબોચી લીધો હતો પોલીસે જીવરામ ઉર્ફે જીવો ખરાડીની સઘન પૂછપરછ કરતા રોલા ગામેથી ડીજે સ્પીકર અન્ય 5 આરોપી સાથે ચોરી કરી હોવાનું અને ચોરી કરેલ સ્પીકર રસ્તાના મહેશ કાંતિલાલ રોત ઘરે સંતાડ્યા હોવાનું જણાવતા પોલીસે આરોપી સાથે મહેશ કાંતિલાલ રોતના ઘરે ત્રાટકી 93 હજારના 6 સ્પિકર અને સ્પીકર ચોરીમાં વાપરેલ બોલેરો જીપ અને બાઈક જપ્ત કરી હતી

ડી.જે. ચોરી ગુન્હામાં પકડાયેલ આરોપી સહીત અન્ય 5 આરોપી કોણ કોણ વાંચો
1)જીવરામ ઉર્ફે જીવો દરપણ ખરાડી (રહે, રાસ્તા-સીમલવાડા, રાજસ્થાન) 2)મહેશચંદ્ર ભેમા આંબલીયા 3)રાજુ ઉર્ફે રાજકુમાર બદરીનાથ આંબલીયા 4)સંજય જ્યંતી આંબલીયા (ત્રણે રહે,બલવણીયા-રાજસ્થાન) 5)દિનેશ ખાતરા ખરાડી 6)મહેશ કાંતિ રોત (બંને, રહે રાસ્તા-રાજસ્થાન)

संबंधित पोस्ट

સુરત: સુરતની તામિલનાડુ બેંક સાથે 16 કરોડની છેતરપિંડી! 27 સામે ફરિયાદ, 1ની ધરપકડ

Admin

કેલિફોર્નિયામાં સામૂહિક ગોળીબાર; 10 લોકોના મોત પર અમેરિકાનો ધ્વજ અડધો ઝુકેલો રહેશે, રાષ્ટ્રપતિ જો બાઇડનનો આદેશ

Admin

महाराष्ट्र: राज्य में कफ सिरप बनाने वाली 6 कंपनियों के लाइसेंस हुए सस्पेंड, 4 को उत्पादन करने से रोका, जाने क्या है वजह

Karnavati 24 News

શહેરના દાણા પીઠમાંથી પોલીસે ભુરાને લેતા રર ચોરીના રહસ્યો ખુલ્યા

Karnavati 24 News

દીકરો ગુમ થયો હોવાની ફરિયાદ કરનારી સગી માતા અને પિતરાઈ પ્રેમી દિયર નીકળ્યા હત્યારા..

Admin

ગાંધીનગર: પુરપાટ આવતા ટ્રેલરચાલકે રિક્ષાને અડફેટે લીધી, મહિલા નીચે પટકાતા ટાયર ફરી વળ્યું, બંને પગ છુંદાઈ ગયા

Admin