Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
अपराध

સુરત: સુરત એરપોર્ટ પર બિનવારસી લગેજ ટ્રોલીમાંથી રૂ. 67 લાખના 10 સોનાના બિસ્કિટ મળ્યા

સુરત એરપોર્ટ પર બિનવારસી 10 સોનાના બિસ્કિટ મળ્યા હોવાના સમાચાર છે. આ 10 સોનાના બિસ્કિટની કિંમત અંદાજે 67 લાખ બતાવવામાં આવી રહી છે. માહિતી મુજબ, એરપોર્ટ પર લગેજ ટ્રોલીમાંથી આ બિનવારસી સોનાના બિસ્કિટ મળી આવ્યા છે. આ મામલે કસ્ટમ વિભાગ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

સુરતના એરપોર્ટ પરથી બુધવારે અંદાજે રૂ.67 લાખના 10 સોનાના બિસ્કિટ મળતા કસ્ટમ વિભાગ હરકતમાં આવ્યું છે. એરપોર્ટ પર લગેજની એક ટ્રોલી બિનવારસી હાલતમાં પડી હતી. આ અંગેની માહિતી બાદ વિભાગ દ્વારા સ્થળે તપાસ કરાઈ હતી, જેમાં ફોનની અંદર બિસ્ટિક મૂકી તસ્કરી કરવામાં આવતી હોવાનું જણાયું હતું.

અગાઉ અમદાવાદ એરપોર્ટથી 3 કિલો સોના સાથે એક ઝડપાયો હતો

પ્રાથમિક તપાસ મુજબ કોઈ પેસેન્જર પકડાઈ જવાના ડરથી આ ટ્રોલી મૂકીને ફરાર થયો હોવાની આશંકા છે. ત્યારે ટ્રોલીમાંથી લગભગ રૂ.67 લાખની 10 સોનાની બિસ્કિટ કસ્ટમ વિભાગે જપ્ત કરી છે અને આરોપીને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. ઉલ્લેખનીય છે કે, અગાઉ અમદાવાદ એરપોર્ટ પરથી પણ સોનાની દાણચોરીની ઘટના સામે આવી છે, જેમાં  દુબઈથી આવેલા એક પેસેન્જર પાસેથી 3 કિલો જેટલું સોનું પકડાયું હતું. સ્કેનિંગ સમયે પેસેન્જર પર શંકા જતા તેની તપાસ કરાઈ હતી. દરમિયાન મુસાફર પાસેથી 3 કિલો સોનું મળી આવ્યું હતું.

संबंधित पोस्ट

મોરબીના લીલાપર રોડની ઓરડીમાંથી ૨૪૦ બોટલ દારૂ સાથે બુટલેગર ઝડપાયો

Karnavati 24 News

अलवर में बड़ा हादसा:2 सगे भाई समेत परिवार के 4 बेटों की मौत, रिश्तेदारी में थी शादी

Admin

यूपी के आगरा में चलती कार में युवती से छेड़छाड़, शोर मचाने पर ग्रामीणों ने पकड़ा,

Admin

વાત કરવાની ના પાડી તો ફ્લાઈટથી પહોંચ્યો યુવતીના ઘરે… 51 વાર સ્ક્રુડ્રાઈવર મારીને કરી હત્યા

Admin

अमेठी : प्रधानाध्यपक ने स्कूल में किया युवती का रेप, हुआ निलंबित

Karnavati 24 News

महाराष्ट्र: 72 वर्षीय बुजुर्ग पर हमले के मामले में रॉटविलर कुत्ते के मालिक को जेल की सजा, जानें पूरा मामल

Admin
Translate »