Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
अपराध

દ્વારકા: ખંભાળિયામાં યુવક પર જીવલેણ હુમલો કરનારા બેને 3 વર્ષની જેલ, અન્ય ઘટનામાં બાઇક ચોરની ધરપકડ

ખંભાળિયામાં જીવલેણ હુમલાને કેસમાં બે આરોપીને ત્રણ વર્ષની સજા ફટકારવામાં આવી છે. આ સાથે કોર્ટે આરોપીઓને રૂ.10 હજારનો દંડ પણ ફટકાર્યો છે. ખંભાળિયાના નવા નાકા વિસ્તારમાં રહેતા યુવકને આરોપીઓએ કોઈ બાબતે ઝઘડો કરી જાનથી મારવાની ધમકી આપી જીવલેણ હુમલો કર્યો હતો.

મળતી માહિતી મુજબ, ખંભાળિયાના નવા નાકા વિસ્તારમાં રહેતા કરણ મુકેશભાઈ સોંલકીને તેના પાડોશમાં રહેતા રાણા સોલંકી અને તેના ભાઈ રાજુ ઉર્ફે રાજેશ સોલંકી દ્વારા કોઈ બાબતે ઝઘડો થયો હતો. આ ઝઘડામાં રાણા અને રાજુએ મુકેશભાઈને બીભત્સ ગાળો બોલી હતી અને મારામારી કરી હતી. દરમિયાન જાનથી મારવાના ઇરાદે જીવલેણ હુમલો પણ કર્યો હતો.

આ ઘટના અંગે મુકેશભાઈએ પોલીસ ફરિયાદ કરી હતી, જેના આધારે પોલીસે આઈપીસી કલમ 307 સહિત અન્ય કલમો હેઠળ ગુનો નોંધ્યો હતો અને આરોપીની ધરપકડ કરી હતી. આ કેસ હેઠળ આરોપીઓને સેશન્સ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. સુનાવણી દરમિયાન સરકારી વકીલે દલીલો સાથે પૂરાવા અને સાક્ષીઓ થકી ગુનો પુરવાર કર્યો હતો. આથી કોર્ટે આરોપીઓને દોષી ઠેરવી ત્રણ વર્ષની સજા ફટકારી હતી સાથે બંનેને રૂ.10 હજારનો દંડ પણ ફટકાર્યો હતો.

ખંભાડિયા પોલીસે બાઇક ચોરીને ઝડપી પાડ્યો

બીજી એક ઘટનામાં ખંભાળિયા પોલીસે પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે બાઇક ચોરી કરનારા શખ્સની ધરપકડ કરી હતી. ખંભાળિયા પોલીસે બાઇક પર જઈ રહેલા ઓખા મંડળના સુરજકરાડી વિસ્તારમાં રહેતા અને મૂળ જામનગરના લાલાપુર તાલુકાના જોગવડ ખાતે રહેતા ગોદળ લધાને રોકી તેની કડક પૂછપરછ કરી હતી અને બાઇકના દસ્તાવેજ માગ્યા હતા. આ તપાસમાં જાણવા મળ્યું કે તેની પાસે રૂ.15 હજારની કિંમત ધરાવતું જે બાઈક છે તે થોડા દિવસ પહેલા તેને કલ્યાણપુર પંથકમાંથી ચોરી કર્યું હતું. આથી પોલીસે તેની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

संबंधित पोस्ट

Crime : તાપી જિલ્લામાં ચોરીના ત્રણ જુદાજુદા બનાવો નોંધાયા, સોનગઢના મોટાબંધરપાડામાં ચોરી કરનાર પકડાયો

Admin

गोंडा : हनुमान मंदिर से चोरी हुई 500 साल पुरानी अष्टधातु की मूर्ती, लोगो में गुस्सा

Admin

૪ સ્થળેથી દેશી દારૂ : પોલીસ ચેકિંગ દરમિયાન પાંચ પીધેલા ઝડપાયા

Admin

महाराष्ट्र: मुबंई में निलंबित आयकर अधिकारी पर मामला दर्ज, 48 लाख रुपये की ठगी का आरोप

Admin

महाराष्ट्र: मुंबई के कुर्ला इलाके की इमारत में लगी भीषण आग, 70 वर्षीय महिला की मौत

Admin

भ्रष्टाचार में फंसे पूर्व डीएफओ किशन चंद की गिरफ्तारी को विजिलेंस ने डाला डेरा।

Admin