જુનાગઢ અને ગીર સોમનાથ જિલ્લામાં ગત 13 મહિના દરમિયાન 48 લોકો ઓનલાઈન છેતરપિંડીનો ભોગ બન્યા હોવાનું તો પોલીસ ચોપડે નોંધાઈ ચૂક્યું છે અને આ લોકોએ કુલ 1.63 કરોડથી વધુની રકમ ગુમાવી છે લારી ધારકથી માંડી શિક્ષક અને એમડી તબીબ આંખના સર્જન પણ સાયબર ગઠિયાઓની જાળમાં ફસાઈ ગયા હતા. સાયબર ફ્રોડના બનાવો વધ્યા હોવાથી પોલીસ વિભાગને અલગથી સાઇબર પોલીસ સ્ટેશન સ્થાપવા પડ્યા છે મોબાઈલ નંબર બેન્ક ખાતા સાથે લિંક હોય અને અજાણતા મોબાઈલ ધારકથી કોઈ ભૂલ થઈ ગઈ હોય તો સાયબર ગઠિયાઓ આવા લોકોને ફોન કરી લાલચ આપી અથવા ભોળવી મોબાઇલમાં એપ ડાઉનલોડ કરાવી બેન્ક ખાતામાં રહેલી રકમ ટ્રાન્સફર કરીને ખાતું સાફ કરી નાખે છે જુનાગઢ તેમજ ગીર સોમનાથ જિલ્લામાં 1 જાન્યુઆરી 2022 થી 31 જાન્યુઆરી 2023 દરમિયાન સાયબર ફ્રોડ અંગેના ચાર ડઝન જેટલા ગુના દાખલ થયા છે પરંતુ તેમાંથી ગણતરીના ગુનાઓમાં જ આરોપીઓ પકડાયા છે સાયબર પોલીસ છે એકાઉન્ટમાં પૈસા જમા થયા હોય ત્યાં તપાસ કરવા તે એડ્રેસ પર જાય તો ત્યાં તે વ્યક્તિનું અસ્તિત્વ જ હોતું નથી સીમકાર્ડ પણ બોગસ હોય છે આથી આવા સાયબર ફ્રોડ કરનાર ગઠિયાઓને પકડવામાં પોલીસને મહા મહેનત કરવા છતાં મોટા ભાગે સફળતા મળતી નથી
