Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
अपराध

પોરબંદરના રાણાવાવ શહેરમાં છેતરપીંડી અને વિશ્વાસઘાત કર્યા અંગેની પોલીસ ફરીયાદ

પોરબંદરના રાણાવાવ શહેરમાં છેતરપીંડી અને વિશ્વાસઘાત કર્યા અંગેની પોલીસ ફરીયાદ નોંધાઈ છે. જેમા એક મિત્રએ જ મિત્ર સાથે વિશ્વાસઘાત કરી 50 લાખ કરતા વધારેની છેતરપીંડની ફરીયાદ રાણાવાવ પોલીસ સ્ટેશન ખાતે નોંધવામાં આવી છે. પોલીસ ફરીયાદ મુજબ રાણાવાવ શહેરના આશાપુરા ચોકમાં રહેતા ગીરધર જેઠા પાણખાણીયાએ પોતાના પાડોશમાં રહેતા તેમના મિત્ર યુનુસ કાસમ સાટીને મિત્ર ભાવે છેલ્લા બે વર્ષમાં રોકડ રકમ તેમજ 21 તોલા સોનાના દાગીના તેમજ બેંકમાંથી હોમ લોન અને કાર લોન કરાવી લઈ રૂપિયા 50 લાખ 50 હજારની છેતરપીંડી અને વિશ્વાસઘાત કર્યાની રાણાવાવ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે.

જેમાં રોકડ રૂપિયા 14,55,000 તથા સોનાના દાગીના જેમા વીંટી-2, ગળામાં પહેરવાના ચેઇન નગં-2, મંગલ સુત્ર-1, હાથમાં પહેરવાના પાટલા જોડી-1, ગળામાં પહેરવાનું ડોકીયુ-1, કાનમાં પહરેવાની બુટી જોડી-1 એમ કુલ સોનાના દાગીનાનું વજન આશરે 21 તોલા જેની અંદાજીત રકમ 10,00,000 તથા બેંક ઓફ બરોડામાંથી ફરિયાદી ગીરઘર પાણખાણીયાએ હોમ લોન કરાવી આરોપીને આપેલ રૂપિયા 2,50,000 તથા એચ.ડી.એફ.સી બેન્ક પોરબંદરમાંથી ફોરવ્હીલ કારની લોન કરાવી આરોપીને આપેલ અને આશરે 12થી 13 લાખ રૂપીયા પણ આપ્યા હતા. તથા ફરિયાદીના નામે જે ફોરવ્હીલ કાર લીધી હતી તે પણ યુનુસે બીજાને વહેંચી નાખી હતી.

संबंधित पोस्ट

સુરત- હીરાના ચોર ઝડપાયા, કાપોદ્રાના ડાયમંડના કારખાનામાં 50 લાખના હીરાની થઈ હતી ચોરી

Admin

વડોદરા: સ્કોર્ડન લીડર પતિ પર પત્નીએ લગાવ્યા ગંભીર આરોપ, કહ્યું- પિતા બનવા અસક્ષમ હોવા છતાં…

Admin

कर्नाटक में रोड शो के दौरान पीएम मोदी की सुरक्षा में चूक, सुरक्षा घेरा तोड़कर कार के पास पहुंचा युवक

Admin

રાજકોટના પાંચ જિલ્લામાંથી વ્યાજંકવાદનો સફાયો: પોલીસ દ્વારા ૧૧૮ વ્યાજખોરોની ધરપકડ કરાઈ

Admin

પોલારપુરમાં જુગારની રેઈડ કરવા ગયેલી પોલીસ પાર્ટી ઉપર હુમલો જમાદારને લાકડીના ઘા ઝીંકી શખ્સોએ કાયદેસરની ફરજમાં રૂકાવટ કરી

વડોદરા: પાદરામાં ધો.9માં વિદ્યાર્થીનું બે મોટરસાઇકલ સવારોએ અપહરણ કર્યું, કેનાલમાં ફેંક્યો, બૂમો સાંભળી ખેડૂતે બચાવ્યો

Karnavati 24 News
Translate »