ગોંડલ શહેરના ગુંદાળા રોડ પર આવેલ રેલ્વે ફાટક સાથે પુરપાટ ઝડપે ધસી આવેલુ આઇસર ધડાકાભેર અથડાતા ફાટક ને તોડી પાડ્યું હતું. ઘટના બાદ ફાટક મેન આઇસર પાછળ દોડતા આઇસર ચાલક નાસી છૂટ્યો હતો. દરમ્યાન સ્ટેશન તરફ થી આવી રહેલી ટ્રેન ના ડ્રાઈવર ની સમય સુચકતાથી ફાટક નજીક ટ્રેન ને રોકી દેવાતા જાનહાની ટળી હતી પ્રાપ્ત વિગતો મુજબ રાજકોટ થી સોમનાથ જતી ટ્રેન 09513 સવારે 9 વાગ્યે ગોંડલ ગુંદાળા ફાટક પાસે રેલ્વે ટ્રેકપર થી નીકળવાની હતી તે સમયે ફાટક બંધ થતાં આ સમયે આઇસર ચાલક ફૂલ સ્પીડ માં આવી જતા ફાટક ને તોડી પાડ્યું હતું. બનાવ ના પગલે ડ્યુટી પર ના ગેઇટ મેન આઇસર ચાલક ની પાછળ જતા આઇસર ચાલક ભાગી છૂટ્યો હતો. ગોંડલ રેલ્વે સ્ટેશન થી નીકળેલ ટ્રેન ને ફાટક પાસે સિગ્નલ ના મળતા ટ્રેન રોકી દેવામાં આવી હતી.એક્સ્ટ્રા ફાટક બંધ કરી ને ટ્રેનને સિગ્નલ મળતા જ ટ્રેન સોમનાથ તરફ રવાના થઇ હતી. ગુંદાળા રોડ શહેર નો મુખ્ય રોડ ગણવામાં આવે છે રોજિંદા હજારો ની સંખ્યા માં વાહનો અવર જવર રહે છે. ત્યારે આ રોડ પર આવેલુ ફાટક દિવસમા ટ્રેનોની આવન જાવન ને કારણે દિવસમા અનેકવાર બંધ રહેતુ હોય લોકો ને રોજીંદી હાલાકી ભોગવવી પડે છે. બીજી બાજુ વાહન ચાલકો ફાટક સાથે અથડાઈ નુકશાન કરતા હોવાની ઘટનાઓ છાસવારે બનતી રહે છે. એક મહિના પહેલ યુટીલિટી કાર ચાલકે ફાટકને નુકશાન પોહચાડ્યું હતું યુટીલિટી કાર અને કારચાલકને પકડી પાડી રેલ્વે સંપત્તિની નુકશાનની ભરપાઈ કરવામાં આવી હતી.
