Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
General news

સાઈટીકામાં અગ્નિકર્મ, ને ચર્મરોગમાં જળો દ્વારા સારવારનું 12મી એ નિદર્શન

ગાંધીનગર આયુષ નિયામક કચેરી અને જૂનાગઢ જિલ્લા પંચાયત આયુર્વેદ શાખા દ્વારા આગામી તા.12 ના સવારે 10 થી 5:00 વાગ્યા દરમિયાન દોમડીયા વાડી ખાતે આયુષ મેળો યોજાશે જેમાં જુના હઠીલા રોગમાં પંચકર્મની ચિકિત્સાનું પ્રેક્ટીકલ પ્રદર્શન તેનો ઉપયોગ કેમ ક્યાં થાય અંગે જાણકારી આપવામાં આવશે સાંધાના રોગ પગની એડીના દુખાવા સાયટીકા જેવા રોગોમાં અગ્નિ કર્મ પદ્ધતિથી તાત્કાલિક સારવાર અને ચામડીના જુના રોગમાં જળો દ્વારા સારવારને પ્રેક્ટીકલ અને થિયરી દ્વારા સમજાવવામાં આવશે આ ઉપરાંત પેટ સાંધાના રોગ ચામડીના રોગ બાળ રોગ રોગનું વિનામૂલ્યે નિદાન અને સારવાર કરવામાં આવશે કુપોષિત બાળકો અને એચ.બી ઓછું હોય તેને આયુર્વેદ દવાનું વિતરણ કરવામાં આવશે સિનિયર સિટીઝન માટે જીરિયાટ્રિક ઓપીડી અલગથી રાખવામાં આવશે લોકોને આયુર્વેદ અને યુનાની, સિદ્ધ અને હોમિયોપેથિક સારવાર માટે મેળા દરમિયાન પ્રદર્શન યોજાશે મેળા દરમિયાન તંદુરસ્ત બાળ તંદુરસ્ત સિનિયર સિટીઝન સ્પર્ધા આરોગ્યપ્રદ વાનગીનું પ્રદર્શન યોજાશે જેમાં પ્રથમ ત્રણ ક્રમ આવનારને ઇનામ આપવામાં આવશે તેમજ ભાગ લેનાર તમામને પ્રમાણપત્ર આપવામાં આવશે આયુષ મેળા દરમિયાન આપણી આસપાસ ઉગતી વનસ્પતિની ઓળખ અને તેના ઉપયોગ વિશે તેમજ રસોડામાં રહેલા મસાલાનો ક્યાં રોગમાં કેવી રીતે ઉપયોગ કરી શકાય તે અંગે તેમજ રોજબરોજના ખોરાકમાં કઈ બાબતોની કાળજી રાખવી તે અંગે માહિતી આપવામાં આવશે

संबंधित पोस्ट

ઠંડીથી બચવા જે પણ ગરમ કપડા વિદ્યાર્થી પહેરીને આવે તેને શાળાએ માન્ય રાખવા

Admin

૪૨ કરોડના ખર્ચે નિર્માણ પામેલ લક્ષ્મીનગર બ્રિજને હજુ ૧૧ માસ થયા ત્યાં જોઇન્ટ્સમાંથી પાણી ટપકવાની ફરિયાદ

Admin

રાજકોટ: નાફેડની ઓછી કિંમત સામે ખેડૂતોમાં રોષ, ડુંગળીની ખરીદીને લઈ હવે રાજનીતિ ગરમાઇ!

Karnavati 24 News

લીંબડી-લખતર સ્ટેટ હાઈવે પર શિયાણી ગામ નજીક બાઈક અને આઈસર વચ્ચે અકસ્માતમાં બે સગા શ્રમજીવી ભાઈઓના મોત નિપજયા

Admin

વંથલી તાલુકાના સોનારડી ગામમાંથી વધુ એક દીપડી પાંજરે પુરાઈ હતી

Admin

દ્વારકા – મંત્રી મૂળુબેરાએ માતાજીના મંદિર સુધી પદયાત્રા કરી, પૂરી કરી કાર્યકરની માનતા

Admin
Translate »