Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
General news

દ્વારકા – મંત્રી મૂળુબેરાએ માતાજીના મંદિર સુધી પદયાત્રા કરી, પૂરી કરી કાર્યકરની માનતા

મંત્રી મૂળુબેરાએ આવળ માતાજીના મંદિર સુધી પદયાત્રા કરી હતી અને માનતા પૂર્ણ કરી હતી. આ સાથે બાળકોને નોટ અને પેન તેમજ પોષણયુક્ત કીટ આપવામાં આવી હતી. ખંભાળિયા સહિત રાજ્યભરમાં તાજેતરમાં યોજાઈ ગયેલી વિધાનસભા ચૂંટણીમાં ખંભાળિયાના ઉમેદવાર મુળુભાઈ બેરાનો ભવ્ય વિજય થયો છે. જેમાં અહીંના ધારાસભ્ય મુળુભાઈ બેરાને ગુજરાત સરકારમાં કેબિનેટ સ્થાન પણ મળ્યું છે. ત્યારે તેમને ખંભાળિયાના અગ્રણી કાર્યકર ઈન્દ્રજીતસિંહ પરમાર અને ધીરુભાઈ ટાકોદરાએ ખંભાળિયા તાલુકાના કેશોદ ખાતે બિરાજમાન શ્રી આવળ માતાજીના મંદિર સુધી પદયાત્રા કરી હતી.

અહીંન શ્રી આવળ  માતાજી મંદિર ખાતે મુળુભાઈ બેરાના વજન જેટલી સાંકરથી ધરાવીને તેમના માટે રાખવામાં આવેલી માનતા પૂર્ણ કરવામાં આવી હતી. આ સ્થળ પર એક હજાર નોટબુક અને બે હજાર પેન સાથે કુપોષિત બાળકોને કીટનું વિતરણ કરાયું હતું. આ સાથે મુળુભાઈ બેરાનું સન્માન કરવામાં આવ્યું હતું. ખાસ કરીને સરકાર દ્વારા કુપોષિત બાળકોને પોષણયુક્ત કીટ આપવામાં આવી રહી છે ત્યારે અહીં પણ બાળકોને આ કીટ આપવામાં આવી હતી.

આ પ્રસંગે અહીંના ક્ષત્રિય અગ્રણી પી.એસ. જાડેજા, જિલ્લા મેજિસ્ટ્રેટ એમ.એ. પંડ્યા, હરિ નકુમ, શૈલેષ કણઝારીયા, અનિલ તન્ના, પિયુષ, વનરાજસિંહ વાઢેર, દિનેશ દતાંણી સહીતના મહાનુભાવોની પણ ઉપસ્થિતિ રહી હતી.

संबंधित पोस्ट

વાવોલની કન્સ્ટ્રક્શન સાઈટમાંથી 6.87 લાખની કિંમતના એલ્યુમિનિયમના મટીરીયલની ચોરી . .

Admin

महिलाओं के चूड़ियां पहनने के होते हैं कई लाभ, वैज्ञानिक महत्व के साथ आयुर्वेद में भी है जिक्र

Admin

પાકિસ્તાનનું ડ્રોન ષડયંત્ર ફરી નિષ્ફળ, BSFએ જપ્ત કર્યો હથિયારોનો મોટો કન્સાઈનમેન્ટ

Admin

નવયુગ વિદ્યાલય પોરબંદરમાં ધોરણ ૯ થી ૧૨માં અભ્યાસ કરતા વિદ્યાર્થી ભાઇ – બહેનોને અગત્યની સુચના

Admin

ગરબાડા ના માજી CRPF જવાનું અકસ્માત બાદ લાંબી સારવાર દરમિયાન મોત

Admin

पीएम की मां हीराबा अब यादा में, पीएम मोदी हुए भावुक, चार भाइयों ने दी मुखाग्नि

Admin
Translate »