Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
રાજકારણ

જીતુ વાઘાણીના નિવેદન બાદ આપના પ્રહારો કહ્યું, જ્યાં જુઓ ત્યાં સ્કૂલ, કોલેજો, યુનિવર્સિટીઓ ભાજપના નેતા

આમ આદમી પાર્ટીના નેતા ઈસુદાન ગઢવીએ જીતુ વાઘાણીએ ગઈ કાલે કરેલા નિવેદનને લઈને ફરી આકરા પ્રહારો તેમના પર કર્યા હતા. ઈસુદાન ગઢવીએ કહ્યું કે,
જીતુ વઘાણી કે જે શિક્ષણ મંત્રી છે તેમને નિવેદન ગઈ કાલે આપ્યું છે. શિક્ષણની સુવિધા નથી, શાળાઓ સારી નથી. આનાથી સારું શિક્ષણ જોઈતું હોય તો ગુજરાત બહાર કે દેશ બહાર ભાગો. આવું તેમને કહ્યું છે.  27 વર્ષનું શાસન છે જેમાં ભાજપ સરકાર 5 કામ સારા ગણાવી શકે તેમ નથી. તેવું તેમને જણાવ્યું હતું.

ઈસુદાન ગઢવીએ વધુમાં કહ્યું કે, 32 વર્ષનો યુવાન જન્મ્યો ત્યારથી એટલે કે જ્યારે તે સ્કૂલમાં બેઠો ત્યારથી ભાજપનું શાસન છે. એવી તો કઈ સુવિધા ઉપલબ્ધ ના કરાવી શક્યા જેમાં દેશ છોડવાની જરૂર પડે. ઉચ્ચ શિક્ષણ માટે બહાર જવું પડે, આજે શિક્ષણના તળીએ સ્કૂલો આવી છે. 700 સ્કૂલો એક શિક્ષકથી ચાલે છે. કમાણી એટલી લોકો પાસે નથી કે લાખો ફિ ખાનગી શાળામાં આપી શકે. તેમની તમે મજાક કરો છો. 18 હજાર ઓરડાની ઘટે છે તમારે ભણવું હોય તો ભણો નહીંતર જતા રહો તમે આવું બીજી તરફ કહી રહ્યા છે. તેમ કહી ભાજપ સરકાર પર કટાક્ષ કર્યા હતા.

ગઢવીએ વધુમાં કહ્યું કે, સ્કૂલથી માંડી કોલેજો ભાજપના નેતાઓની છે. રાજનીતી શિક્ષણ પર કેમ ના થાય જ્યાં જુઓ ત્યાં સ્કૂલ, કોલેજો, યુનિવર્સિટીઓ ભાજપના નેતા છે. આ નિવેદનના પગલે મનીષ સિસોદીયાએ ટ્વીટ કરી આશ્વાસન આપ્યું છે. ગુજરાતના લોકોને ગુજરાત છોડી જવાની જરૂર નથી, આપ ગુજરાતમાં સરકાર બનાવશે અને ગુજરાતમાં જ દિલ્હી જેવું જ શિક્ષણ આપશે. એમ કહી શિક્ષણના સારા કામનો પ્રચાર આડકતરી રીતે કરી લીધો.

संबंधित पोस्ट

રાજકોટ જિલ્લામાં નારી વંદન ઉત્સવની ઉજવણી ને અનુલક્ષીને જિલ્લા કલેકટર શ્રી અરુણ મહેશ બાબુ ના અધ્યક્ષ સ્થાને મિટિંગ યોજાઇ હતી

Karnavati 24 News

રાજકોટ શહેરમાં તિરંગો જમા કરાવ્યા બાદ વિનામૂલ્યે ચા આપવામાં આવી રહી છે

Karnavati 24 News

અમિત શાહનું રાજભવનમાં રાજ્યપાલે કર્યુ સ્વાગત, સોમનાથ ટ્રસ્ટની બેઠકમાં ભાગ લેશે

Karnavati 24 News

ભારત જોડો યાત્રાને અધવચ્ચે છોડીને ED સમક્ષ હાજર થયા ડીકે શિવકુમાર, નેશનલ હેરાલ્ડ કેસમાં પૂછપરછ

મોદી રાજકોટના આંગણે: ચૂંટણી માટે પ્રચાર કરી જાહેર સભા ગજવશે

Admin

ગુજરાત પોલીસ મહાઆંદોલનના પ્રણેતા નરેન્દ્રસિંહ પરમાર અને આંદોલનકારી રાહુલ રાવલ આપમાં જોડાયા

Karnavati 24 News