Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
સ્થાનિક સમાચાર

ઑક્સફેમ ઇન્ડિયાનો‘ઇન્ડિયા ઇનઇક્વિલિટી રિપોર્ટ મુજબ ડિજિટલ વિભાજનને કારણે મહિલાઓ, બેરોજગાર, ગ્રામજનો લેટેસ્ટ ટેક્નોલોજીથી મર્યાદિત રહી ગયાં

ડિજીટલ ટેક્નોલોજીની પહોંચ હજુ પણ માત્ર પુરુષ, શહેરી વિસ્તાર, ઉચ્ચ જ્ઞાતિ અને ઉચ્ચ વર્ગના ઘરો તેમજ લોકો સુધી જ મર્યાદિત છે. મોબાઇલ ફોન ધરાવતા પુરુષોની સંખ્યા 61% જ્યારે માત્ર 31% મહિલાઓ જ મોબાઇલ ફોન ધરાવે છે. ઑક્સફેમ ઇન્ડિયા દ્વારા જારી ‘ઇન્ડિયા ઇનઇક્વિલિટી રિપોર્ટ 2022: ડિજીટલ ડિવાઇડ’ના રિપોર્ટમાં આ ખુલાસો થયો છે.

આ રિપોર્ટમાં વર્ષ 2021ના આંકડાઓ પરથી દાવો કરવામાં આવ્યો છે. કે દેશમાં જાતિ, ધર્મ, લિંગ, વર્ગ અને ભૌગોલિક આધાર પર વધતી અસમાનતાનો વ્યાપ પણ વધી રહ્યો છે. જે ખાસ કરીને ડિજીટલ સ્પેસમાં ચિંતાજનક રીતે જોવા મળી રહ્યો છે. રિપોર્ટ અનુસાર, સામાન્ય જાતિના 8% લોકો પાસે કમ્પ્યૂટર અથવા લેપટોપ છે. જ્યારે અનુસૂચિત જનજાતિ (એસટી) ના 1%થી પણ ઓછા લોકો પાસે તેમજ અનુસૂચિત જાતિ (એસસી)ના 2% પાસે જ કમ્પ્યુટર અથવા લેપટોપ છે. GSMAના મોબાઇલ જેન્ડર ગેપ રિપોર્ટ અનુસાર 2021માં મોબાઇલ ઇન્ટરનેટનો ઉપયોગ કરનારી મહિલાઓની સંભાવના પુરુષો કરતાં 33% ઓછી હતી.

રિપોર્ટમાં ઓક્સફેમ ઇન્ડિયાએ જાન્યુઆરી-18 થી ડિસેમ્બર-21ના સમયગાળા માટે ખાનગી થિંક ટેંક સીએમઆઇઇના સ્થાનિક સરવેના પ્રાઇમરી ડેટાનું વિશ્લેષણ કર્યું છે. તેમાં ઇન્ટરનેટની પહોંચ, કમ્પ્યુટર અને બ્રોડબેન્ડની ઉપલબ્ધતાના આંકડાઓ સામેલ છે. વિશ્લેષણમાં નેશનલ સેમ્પલ સરવે (એનએસએસ)ના આંકડાઓને પણ આવરી લેવાયા છે. રિપોર્ટ અનુસાર જ્યાં 95% પગાર મેળવતા સ્થાયી કામદારો પાસે મોબાઇલ ફોન છે, ત્યારે માત્ર 50% બેરોજગારો પાસે જ ફોન છે. સામાન્યપણે ધારણા છે કે વિપરીત, ગ્રામ્ય વિસ્તારમાં કમ્પ્યુટર ઉપકરણોના ઉપયોગમાં ઘટાડો થયો છે. મહામારીથી પહેલા, માત્ર 3% ગ્રામ્ય વિસ્તારના લોકો પાસે કમ્પ્યુટર હતું. મહામારી બાદ આ ટકાવારી ઘટીને હવે માત્ર 1 ટકા છે. જ્યારે શહેરી વિસ્તારોમાં કમ્પ્યુટર ધરાવતા લોકોની સંખ્યા 8 ટકા છે. શિક્ષણ તેમજ સ્વાસ્થ્ય જેવી આવશ્યક સેવાઓ પ્રદાન કરવામાં ડિજીટલ ટેક્નોલોજીનો ઉપયોગ પણ દેશમાં ડિજીટલ ડિવાઇડ અને તેના પરિણામોને દર્શાવે છે.

संबंधित पोस्ट

ગુજરાતમાં વહીવટી તંત્રમાં ફેરબદલ ના ઓર્ડર: GAS માંથી પ્રમોટ થયેલા 20 IAS અધિકારીઓના વિભાગોની ફાળવણી

Gujarat Desk

અંદાજપત્રની અંતિમ દિવસની સામાન્ય ચર્ચામાં નાણા મંત્રી શ્રી કનુભાઈ દેસાઈએ પોતાના વિચારો રજૂ કર્યા

Gujarat Desk

અમદાવાદમાં 29મી સપ્ટેમ્બરથી નેશનલ ગેમ્સ શરૂ થશે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી નેશનલ ગેમ્સનું ઉદ્ઘાટન કરશે

Karnavati 24 News

દાહોદની શંતકૃપા સત્સંગ પરિવાર દ્વારા દાહોદના સિનિયર સિટીઝન ને સુખ સુવિધા મળી રહે તે માટે નિરંતર સેવા આપવામાં આવી રહી છે

Karnavati 24 News

જિલ્લામાં ભૂસ્તરતંત્રની સરાહનીય કામગીરી : ત્રણ દિવસમાં પાંચ વાહનો મળી કુલ 1.5 કરોડનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો

Gujarat Desk

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી હતી

Gujarat Desk
Translate »