Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુજરાતપ્રદેશસ્થાનિક સમાચાર

સુરતમાં પ્રતિબંધિત ચાઈનીઝ દોરીના કારખાના બાદ હવે ગોડાઉન ઝડપાયું; 1.84 કરોડનો મુદ્દામાલ કબ્જે



સુરત પોલીસને મળી મોટી સફળતા

(જી.એન.એસ) તા. 9

સુરત,

શહેરમાં પ્રતિબંધિત ચાઈનીઝ દોરીના કારખાના બાદ હવે ગોડાઉન ઝડપાયું છે. ગોડાઉનમાંથી રૂપિયા 1.84 કરોડનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે. ગોડાઉનમાંથી 1,710 બોક્સમાં 1,23,120 બોબીન મળી આવી છે. રૂપિયા 150ની કિંમતની એક બોબીન છે.

સુરત પોલીસની એલસીબી ઝોન 4એ દરોડા પાડીને આ પ્રતિબંધિત ચાઈનીઝ દોરીનું ગોડાઉન ઝડપી પાડ્યું છે અને શહેરમાં કારખાના બાદ ગુપ્ત ગોડાઉનનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. કારખાનામાં ચાઈનીઝ દોરી બનાવ્યા બાદ ગોડાઉનમાં પેકિંગ કરતા હતા. રૂપિયા 1.84 કરોડથી વધુની ચાઈનઝી દોરીનો સંગ્રહ ગોડાઉનમાં કરવામાં આવેલો હતો. ઉલ્લેખનીય છએ કે ભારતમાં ચાઈનીઝ દોરી પર પ્રતિબંધ છે. ત્યારે ઓનલાઈન પણ આ દોરીનું વેચાણ કરવામાં આવતું હોવાની આશંકા પોલીસને છે. હાલમાં પોલીસ FSL રિપોર્ટની રાહ જોઈ રહી છે.

મહત્વનું છે કે, 6 એપ્રિલે સુરતમાં પ્રતિબંધિત ચાઈનીઝ દોરીનું કારખાનું ઝડપાયું હતું. કારખાનામાંથી ચાઈનીઝ દોરીનો જથ્થો ઝડપાયો હતો. પાંડેસરાના મારુતિનગરમાંથી કારખાનું ઝડપાયું હતું. કારખાનામાંથી પોલીસે 2 લોકોની અટકાયત કરી હતી. પોલીસે ચાઈનીઝ દોરીનું કારખાનું સીઝ કર્યું હતું અને સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

संबंधित पोस्ट

ગાંધીનગર  જિલ્લાકક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી સેક્ટર -૧૧ રામકથા મેદાન ખાતે ગૃહરાજ્યમંત્રીશ્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં થશે

Gujarat Desk

ખેડા એસઓજી પોલીસે નડિયાદમાં નકલી નોટો છાપવાની ફેક્ટરી ઝડપી

Gujarat Desk

ભારતે પેંગોંગ તળાવ પર પુલના નિર્માણનો વિરોધ કર્યો, ચીને કહ્યું કે પ્રાદેશિક સાર્વભૌમત્વના રક્ષણ માટે કામ કરવામાં આવી રહ્યું છે

Karnavati 24 News

ભાવનગર હરિદ્વાર વચ્ચે વધુ એક ટ્રેન, રાજ્ય મંત્રી અને સાંસદ નિમુબેન બાંભણીયાના પ્રયત્નો સફળ થતાં આ ટ્રેન ફાળવવામાં આવશે

Gujarat Desk

ભરૂચ જિલ્લો ઓદ્યોગિક તરફથી દેશના વિકાસમાં ખુબ મોટુ યોગદાન છે.

Karnavati 24 News

UIDAIના ઉપક્રમે ફિનટેક અને ટેલિકોમ ક્ષેત્રની અવિરત સેવા, વિતરણને વધુ શ્રેષ્ઠ બનાવવા મુંબઈ ખાતે ‘આધાર સંવાદ’ યોજાયો

Gujarat Desk
Translate »