Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
સ્થાનિક સમાચાર

વાપી નજીક હાઇવે પર ભડભડ સળગી BMW:- સુરક્ષા માટે 3 BMW કાર ખરીદી ને ત્રણેય આગમાં સ્વાહા થતા સુરક્ષા પર ઉઠ્યા સવાલ!

વાપી નજીક નેશનલ હાઇવે નંબર 48 પર DD03-H-0077 નંબર ની દમણ પાર્સિંગની એક BMW કારમાં અચાનક આગ લાગી હતી. ઘટનાની જાણ ફાયર જવાનોને કરતા ફાયરની ટીમે ઘટના સ્થળે પહોંચી પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો. જો કે આગની જ્વાળાઓમાં આગ સંપૂર્ણ ખાખ થઈ હતી. ઘટના અંગે મળતી વિગતો મુજબ મૂળ પારડી તાલુકાના ગોયમાં ગામના વતની એવા પ્રેગ્નેશ અમરત પટેલ તેમની DD03-H-0077 નંબર ની BMW કાર લઈ તેના ગામથી ઉદવાડા થઈ વાપી આવવા નીકળ્યો હતો. ત્યારે વાપી નજીક બલિઠા પાસે હાઇવે નંબર 48 પર તેમની BMW કાર માં આગળના ભાગે અચાનક આગ લાગી હતી. જે અંગે તેમને તેમના એક સબંધીએ ફોન કરીને જણાવ્યું હતું. જેથી પ્રેગ્નેશે તાત્કાલિક કાર ને સાઈડમાં પાર્ક કરી નીચે ઉતરી જોયું તો કારમાં આગ ભભૂકતી જોવા મળી હતી. કાર માં અચાનક આગ લાગતા આસપાસના લોકો પણ દોડી આવ્યા હતાં. જેઓએ આગ ને બુઝાવવાની કોશિશ સાથે ફાયર વિભાગને જાણ કરતા ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. ફાયરના જવાનોએ આગ પર પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો. જો કે ત્યાં સુધીમાં આ લકઝરીયસ કાર આગની જ્વાળાઓમાં ખાખ થઈ ભંગારમાં ફેરવાઇ ગઈ હતી. આગની ઘટનાને કારણે હાઇવે પર ટ્રાફિક જામ થવા સાથે લોકોમાં પણ ગભરાટ નો માહોલ ફેલાયો હતો. તો, આ લકઝરીયસ કાર અંગે કાર ચાલક પ્રેગ્નેશ પટેલે આક્રોશ ઠાલવ્યો હતો. છેલ્લા 2 વર્ષમાં આ તેની ત્રીજી BMW કાર છે. જેમાં અચાનક ટેક્નિકલ ખામીને કારણે આગ લાગી હોય, લોકો પોતાની સુરક્ષા માટે આવી લાખો રૂપિયાની લકઝરીયસ કાર ખરીદે છે. પરંતુ જે રીતે તેમની ત્રણેય કારમાં આગ લાગી અને તે આગમાં કાર સ્વાહા થઈ છે. તે જોતા આ કાર કેટલી સુરક્ષિત કહેવાય તે અંગે BMW કંપનીમાં કંમ્પ્લેઇન કરશે. તેમના મતે BMW ના આ મોડેલમાં જ કંઈ ખામી છે. જેને કારણે તેની ત્રણેય કાર સળગી ગઈ છે.

संबंधित पोस्ट

આરોહ ફાઉન્ડેશન દ્વારા “નાણાંકીય સાક્ષરતા” તાલીમ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું

Gujarat Desk

આયુષ મંત્રાલયના કેન્દ્રીય રાજ્ય મંત્રી (સ્વતંત્ર હવાલો), શ્રી પ્રતાપરાવ જાધવ 10 એપ્રિલના રોજ વિશ્વ હોમિયોપેથી દિવસ નિમિત્તે ગાંધીનગર ખાતે હોમિયોપેથીક સંમેલનનું ઉદ્ઘાટન કરશે

Gujarat Desk

ગુજરાતના 9 પોલીસ અધિકારી અને જવાનોને રાષ્ટ્રપતિ પદકથી સન્માનીત કરાશે

Gujarat Desk

પોરબંદરમાં નવા ઉદ્યોગોનો સૂર્યોદય ક્યારે થશે ? : પોરબંદરના જી.આઇ.ડી.સી.માં ધમધમતા ઉદ્યોગો મરણ પથારીએ

Admin

અમદાવાદ બ્લાસ્ટ કેસ: કોર્ટે 38 દોષિતોને ફાંસી, 11ને આજીવન કેદની સજા ફટકારી

Karnavati 24 News

ગુલબાઈ ટેકરા વિસ્તારમાં ડીજે બંધ કરાવવા ગયેલી અમદાવાદ પોલીસ પર પથ્થરમારો; 6 લોકોની અટકાયત  

Gujarat Desk
Translate »