



અમદાવાદ બોમ્બ બ્લાસ્ટ કેસનો 14 વર્ષ બાદ 48 જેટલા દોષિતોને સજા હેતુથી ચુકાદો સંભળાવવાની કાર્યવાહી સિટી સિવિલ કોર્ટ દ્વારા આજે શરૂ કરાઇ હતી. જેમાં કોર્ટે આજે ઐતિહાસિક ચુકાદો સંભળાવ્યો છે. કોર્ટે 38 દોષિતોને ફાંસી, 11ને આજીવન કેદની સજા સંભડાવી છે.
કોર્ટે આ ઉપરાંત તમામ આરોપીઓને 2.85 લાખનો દંડ ફટકાર્યો છે. આ દંડની રકમમાંથી મૃતકને 1 લાખ વળતર અને ઈજાગ્રસ્તને 50 હજાર થોડી સામાન્ય ઈજા પહોંચી હોય તેમને 25 હજાર વળતર ચૂકવવામાં આવશે.
શહેરમાં 26 જુલાઈ 2008 ના રોજ 20 વિસ્તારમાં 21 બોમ્બ બ્લાસ્ટ થયા હતા. જેમાં 56 જેટલા લોકોનાં મોત અને 244 જેટલા લોકો ઇજાગ્રસ્ત થયા હતા. બોમ્બ બ્લાસ્ટના કેસમાં અમદાવાદમાં 20 એફઆઈઆર જ્યારે સુરતમાં 15 એફઆઈઆર નોંધવામાં આવી હતી. 78 જેટલાની સંડોવણી ના આધારે ધરપકડ કરવામાં આવી હતી. 49ને દોષિત ઠેરવામાં આવ્યા છે. આઠ આરોપી હજુ પણ ભાગેડુ છે. 500થી વધુ ચાર્જસીટ કરવામાં આવી છે.
દેશના ઈતિહાસમાં કોર્ટે ઐતિહાસિક ચુકાદો સંભળાવ્યો છે એ એટલા માટે કેમ કે, આ પહેલા એક સાથે આટલી મોટી સજા આ પહેલા પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધી હત્યા કેસમાં 26ને ફાંસીની સજા આપવામાં આવી હતી. હાલમાં આરોપીઓ અમદાવાદ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્રની જેલમાં બંધ છે.
પ્રોસિક્યુશન દ્વારા રજૂ કરવામાં આવેલી દલીલો
આ એક આતંકી કૃત્ય છે, જેથી સખ્ત શા થવી જોઈએ તેમની પર દયા ના ખાવી જોઈએ. પરિવારજનો જે ઘાયલ થયા છે તેમની તરફ પણ કોર્ટ ધ્યાન આપે. વળતર ચૂકવવા માટે પણ કોર્ટ હુકમ કરે, આ એક આતંકી કૃત્ય અને દેશ વિરોધી ગતિવિધિઓ હતી, આરોપીઓને કોઈ પણ પ્રકારની રહેમ ના આપવી જોઈએ.
બચાવ પક્ષની દલીલો
આરોપીઓને સુધરવાનો એક મોકો આપવો જોઈએ, કોર્ટે સજા કરતા પહેલા આરોપીઓની સામાજિક અને પારિવારિક સ્થિતિ ધ્યાને લેવી જોઈએ, લઘુતમ સજા થાય એ બાબતે કોર્ટ આ બાબતને ધ્યાનમાં લે તેવી વિનંતી કરી હતી. આ પ્રકારની વિવિધ દલીલ બચાવ પક્ષ તરફથી કરવામાં આવી હતી.