(જી.એન.એસ) તા.૨૫
ગાંધીનગર,
ગણતંત્ર દિવસ 2025ના અવસર પર પોલીસ, ફાયર, હોમ ગાર્ડ અને નાગરિક સુરક્ષા અને સુધાર સેવાઓના 942 કર્મચારીઓને વીરતા/ સેવા પદકથી સન્માનિત કરવામાં આવશે. તેમાં 95 જવાનોને વીરતા પદક, 101ને સ્પેશિયલ સર્વિસ માટે રાષ્ટ્રપતિ પદક, 746ને સરાહનીય સેવા માટે પદક આપવામાં આવશે. જેમાં ગુજરાતના 9 પોલીસ અધિકારી અને જવાનોને રાષ્ટ્રપતિ પદકથી સન્માનીત કરાશે. પોલીસ અધિકારીઓને તેમની પ્રશંસનીય સેવાઓ બદલ બોર્ડર રેન્જ આઇજી ચિરાગ કોરડીયા, IPS નિલેશ જાજડિયા, અશોક પાંડોર, કોન્સ્ટેબલ દેવદાસ બારડ, સુરેન્દ્રસિંહ યાદવ, હિરેન વરણવા,બાબુ પટેલ અને હેડ કોન્સ્ટેબલ મુકેશ નેગી તેમજ હેમાંગ મોદી સહિતના તમામ 9 પોલીસકર્મીને રાષ્ટ્રપતિ પદકથી સન્માનિત કરાશે.