Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુજરાતપ્રદેશસ્થાનિક સમાચાર

તાપીના વાલોડ નજીક પાણી-પુરવઠાની લીકેજની રિપેરિંગ કામગીરી દરમિયાન ભેખડ ધસી પડતા 25 વર્ષીય શ્રમિક યુવકનું મોત



(જી.એન.એસ) તા. 16

તાપી,

તાપીનાં વાલોડ નજીક પાણી-પુરવઠાની લીકેજનું સમરકામ દરમિયાન અચાનક ભેખડ ધસી પડતા 25 વર્ષીય શ્રમિક યુવકનું મોત નીપજ્યું છે. મૃતકનાં પરિવારજનોએ એજન્સી પર બેદરકારીનો આરોપ લગાવ્યો છે. પરિજનો અને આદિવાસી આગેવાનોનો બુહારી-વાલોડ માર્ગ પર ચક્કાજામ કર્યો છે અને એજન્સીનાં અધિકારીઓ સ્થળ પર આવે પછી જ મૃતદેહ સ્વીકાર કરશે તેવી માગ ઉચ્ચારી છે. પોલીસ, મામલતદાર અને પાણી-પુરવઠાનો સ્ટાફ ઘટનાસ્થળે પહોંચ્યો છે.

આ મામલે માહિતી અનુસાર, તાપી જિલ્લાનાં વાલોડ તાલુકાનાં બુહારી ગામ પાસે પાણી-પુરવઠા દ્વારા લીકેજ રિપેરિંગની કામગીરી ચાલી રહી છે. દરમિયાન, અચાનક ભેખડ ધસી પડતાં તેની નીચે દબાઈ જતાં ત્યાં કામ કરતો વ્યારા તાલુકાનાં ભોજપૂર ગામનો વતની 25 વર્ષીય તેજસ જગદીશ કોંકણીનું મોત નીપજ્યું છે. આ ઘટના બાદ મૃતકનાં પરિવારજનોએ એજન્સી પર બેદરકારીનો ગંભીર આરોપ લગાવ્યો છે. આશાસ્પદ દીકરો ગુમાવતા પરિવારજનો પર દુ:ખનો પહાડ તૂટી પડ્યો છે સાથે એજન્સી સામે ભારે રોષ પણ જોવા મળી રહ્યો છે.

સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર, મૃતકનાં પરિવારજનો તેમ જ આદિવાસી આગેવાનો દ્વારા ચક્કાજામ કરવામાં આવ્યો છે. કામગીરી કરનાર એજન્સીનાં અધિકારીઓ સ્થળ પર આવે પછી જ મૃતદેહ સ્વીકારવામાં આવશે એવી માંગ પણ ઊઠી હતી અને અંદાજિત 1 કલાકથી બુહારી-વાલોડ માર્ગ બંધ હોવાની સ્થિતિમાં વાહનોની લાંબી લાઈન લાગી ગઈ હતી. સ્થિતિની ગંભીરતાને સમજી પોલીસ તેમ જ મામલતદાર અને પાણી પુરવઠાનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચી ગયો હતો.

संबंधित पोस्ट

એસ.ટી. માત્ર પરિવહન જ નહિ, લાખો ગુજરાતીઓના સપના સાકાર કરવાનું માધ્યમ બની: વાહન વ્યવહાર રાજ્ય મંત્રીશ્રી હર્ષ સંઘવી

Gujarat Desk

સુરત ના સરથાણા પોલીસ મથક ખાતે રક્તદાન કેમ્પ યોજાયો..500 થી વશું બોટલ રક્તયુનિટ એકઠું કરાયું

Karnavati 24 News

વડોદરા: MS યુનિવર્સિટીમાં નમાઝ પઢવાનો વધુ એક વીડિયો વાયરલ થતા વિવાદ, હાઈપાવર કમિટી તપાસ કરશે

Admin

આરોહ ફાઉન્ડેશન દ્વારા “નાણાંકીય સાક્ષરતા” તાલીમ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું

Gujarat Desk

આજે ‘પરીક્ષા પે ચર્ચા’ કાર્યક્રમ યોજાશે; મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ અમદાવાદની ક્રિસ્ટલ ઇન્ટરનેશનલ પબ્લિક સ્કૂલના છાત્રો સાથે પ્રેરક સંવાદ કરશે

Gujarat Desk

નાણા મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ 20મી ફેબ્રુઆરીએ વર્ષ 2025-26નું બજેટ રજૂ કરશે

Gujarat Desk
Translate »